કાર્યવાહી:અમરેલી જિલ્લામાં 47 શખ્સો નશો કરેલી હાલતમા ઝડપાયા, પોલીસે 8 સ્થળેથી દેશીદારૂ કબજે લીધો

અમરેલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમરેલી જિલ્લામાં નશાખેારીની પ્રવૃતિને ડામવા પાેલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામા અાવી રહી છે. ત્યારે પાેલીસે જિલ્લામાથી 47 શખ્સાેને નશાે કરેલી હાલતમા ઝડપી લીધા હતા. જયારે જુદાજુદા 8 સ્થળેથી દેશીદારૂ પણ કબજે લીધાે હતાે.

પાેલીસે ખડાધાર ચેકપાેસ્ટ, બગસરા, ઉચૈયા, દામનગર, સાવરકુંડલા, ચલાલા, દેરડી જાનબાઇ, જાફરાબાદ, વઢેરા, જાબાળ, માેટા જીંજુડા, વંડા, ધજડી, માેટા ભમાેદ્રા, વડીયા, ટાેલનાકા પાસે, માેટા દેવળીયા, લુણકી, બાબરા, બવાડી, રાજુલા, નવા આગરીયા, અમરેલી, બક્ષીપુર વિગેરે સ્થળેથી મળી કુલ 47 શખ્સાેને નશાે કરેલી હાલતમા ઝડપી લઇ ધાેરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત ચલાલા, જાફરાબાદ, વંડા, મેાટા ભમાેદ્રા, કીડી, બાબરા, સુકવડા, ટીંબા વિગેરે ગામેથી દેશીદારૂ પણ કબજે લીધાે હતાે. પાેલીસની આ કાર્યવાહીથી બુટલેગરાે અને નશાખેારાેમા ફફડાટ ફેલાયાે હતાે.

અન્ય સમાચારો પણ છે...