તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:અમરેલી જિલ્લામાં જુદા- જુદા 7 સ્થળ પરથી 38 જુગારી ઝડપાયા

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પાેલીસ દરોડો પાડી કુલ રૂપિયા 78940નાે મુદ્દામાલ કબજે લઇ ગુનો નોંધ્યો

અમરેલી જિલ્લામા સાત સ્થળેથી 38 જુગારીને ઝડપી લઇ કુલ રૂપિયા 78940નાે મુદામાલ કબજે લીધાે હતાે.પાેલીસે ખાંભામા મિતીયાળા રાેડ પર જાહેરમા જુગાર રમી રહેલા ભરત કાળુ ચાવડા, કિશન હિરજી સાેલંકી, અક્ષય દિનેશ પરમાર, જેતુબેન, કાંતુબેન, લાભુબેનને ઝડપી લીધા હતા. અહીથી પાેલીસે 10800ની મતા કબજે લીધી હતી. જયારે ચલાલામા દાનેવ સાેસાયટીમાથી અંકિત પ્રવિણ દવે, દિલાવરખાન પઠાણ, રવુ મંગળુભાઇ ધાધલને જુગાર રમતા ઝડપી લઇ 14270ની મતા કબજે લીધી હતી. આ ઉપરાંત પાેલીસે વંડામાથી કાળુ નાથા પરમાર, વશરામ દુલા, નરેશ રામા, મુકેશ રામા, હિતેશ લાલાને 3870ની મતા સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા.

અમરેલીના કુંકાવાવ રાેડ પરથી કાના ખાેડા મકવાણા, રાજુ વાઘા મકવાણા, હરેશ ભરત સિંધવ, અજય લાલજી, દિનેશ લાલજીને 10050ની મતા સાથે જુગાર રમતા ઝડપી પાડયા હતા. દામનગરના સીતારામનગરમાથી ડગલાે લલ્લુભાઇ, રાજુ દિલુ પરમાર, મુકેશ કાળુ, મુન્ના કાળુ, હરસુખ મનુ અને સંજય કાળુને 7130ની મતા સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા. જયારે ગળકાેટડીમાથી રામ જવેર કાવઠીયા, સચીન પ્રતાપ, દિનેશ ધીરૂ, જીતેશ દેવરાજ, સંતાેષ અશાેક, અલ્પેશ રામને 18410ની મતા સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા. બાબરામાથી રાહીલ રહીમ, બાેઘા ચાેથા, દેવા સુરાને 14410ની મતા સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...