સરકાર દ્વારા રાજ્યની વિધવા મહિલાઓની આર્થિક ઉન્ન્તિ માટે અમલી બનાવાયેલી ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત અમરેલી જિલ્લામાં કુલ 19235 મહિલાઓને કુલ રૂપિયા 55.95 લાખની સહાય ચુકવવામા આવી છે. તેમજ જૂલાઈ-21 થી એપ્રિલ-22 દરમિયાન કુલ 4476 લાભાર્થીઓની સહાય મંજુર કરવામાં આવી છે. અને તેઓને દર માસે રૂપિયા 1250ની સહાય તેમના સ્વતંત્ર બેન્ક એકાઉન્ટ કે પોસ્ટ ખાતામાં જમા કરવામાં આવે છે.
સરકાર દ્વારા નિરાધાર વૃધ્ધ સહાય યોજના હેઠળ જુલાઇ-21 થી એપ્રિલ-22 સુધીમાં 248 લાભાર્થીઓને પ્રતિમાસ 750 લખે કુલ રૂપિયા 1.86 લાખની સહાય ચૂકવવામાં આવી હતી. દિવ્યાંગજન, બાળકો અને મહિલાઓના કલ્યાણ માટે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન વયવંદના યોજના અંતર્ગત જૂલાઈ-21 થી એપ્રિલ-22 સુધીમાં કુલ 1666 લાભાર્થીઓને દર માસ રૂપિયા 750 લેખે કુલ રૂપિયા 12.49 લાખની ચૂકવણી કરવામાં આવી હતી.
રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના સંકટ મોચન યોજના અંતર્ગત મુખ્ય ક્માનાર વ્યક્તિના મૃત્યુ પ્રસંગે રૂપિયા 20 હજારની સહાય જમા કરવામાં આવે છે. જે હેઠળ જુલાઇ-21 થી એપ્રિલ-22 સુધીમાં કુલ 151 લાભાર્થીઓની કુલ 30.20 લાખની સહાય ચુકવાઇ હતી. અા ઉપરાંત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પણ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અમલમાં મુકવામાં આવી છે.
જે અંતર્ગત જુલાઇ-21 થી એપ્રિલ-22 સુધી કુલ 5,૦૦,942 આયુષ્માન કાર્ડની નોંધણી કરવામાં આવી છે. તથા આ યોજના હેઠળ કુલ 18,641 જેટલા લાભાર્થીઓએ જુદી જુદી બીમારી સબબ સારવારનો લાભ લીધેલો છે. લાભાર્થીઓને જુલાઇ-21 થી એપ્રિલ-22 ના સમયગાળા દરમિયાન સારવારના ખર્ચ પેટે કુલ રૂપિયા 61,68,86,826 ની ચુકવણી કરી રાજ્ય સરકારે આરોગ્ય ક્ષેત્રે મોટી રકમની ચૂકવણી કરી છે. તેમ અમરેલી જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાઅે જણાવ્યુ હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.