તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જુગાર:અમરેલી જિલ્લામાં તહેવારમાં 19 સ્થળે જુગાર રમતા 162 શખ્સને પકડી લેવાયા

અમરેલી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પાેલીસે કુલ રૂપિયા 4.25 લાખનાે મુદ્દામાલ કબજે લઇ કાર્યવાહી હાથધરી

જિલ્લામા 19 સ્થળેથી 162 જુગારીને ઝડપી લઇ પાેલીસે કુલ રૂપિયા 4.25 લાખનાે મુદામાલ કબજે લઇ ધાેરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પાેલીસે ધારીના દુધાળામા જાહેરમા જુગાર રમી રહેલા રમેશ બચુ બજાણીયા, રહિમ કાળુ દરજાદા સહિત 13 શખ્સાેને ઝડપી લઇ 16350ની મતા કબજે લીધી હતી. જયારે અહીના સાેઢાપરામા જુગાર રમી રહેલા વિક્રમ બાલા દેગામા, સંજય કાનજી વેકરીયા સહિત 11 શખ્સાેને ઝડપી લઇ 12290ની મતા કબજે લેવાઇ હતી. અા ઉપરાંત દામનગરમા અશાેક બચુ ખાેરાસીયા, મહેશ મુકેશ પંચાસરા સહિત 8 શખ્સાેને 12750ની મતા સાથે જુગાર રમતા ઝડપી લેવાયા હતા. ખાંભાના બાેરાળામાથી લાલજી સામત પરમાર, મનસુખ ધીરૂ ચાૈહાણ સહિત 8 શખ્સાેને 62380ની મતા સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા.

અા ઉપરાંત ચલાલામાથી લાલજી બાલુ પરશુડા, ભાવેશ બાલા કણસાગરા, રહિમ બ્લાેચને 720ની મતા સાથે, બાલાપરમા મેરામ રાણીંગ મેંગળ, પહુ લખુ મેંગળ, બાબુ કથડ, નનકુ ઉનડને 3440ની મતા સાથે અને જાનબાઇની દેરડીમાથી કનુ સાેમજી મકવાણા, ભરત ભુપત ડાભી સહિત 8 શખ્સાેને 10670ની મતા સાથે જુગાર રમતા ઝડપી લેવાયા હતા. પાેલીસે ભુરખીયામાથી વિપુલ ખીમજી ધુંધળવા, ભરત બાવચંદ સરધારા અને પ્રકાશ બાલા સરધારાને 5280ની મતા સાથે, કાેલડા નજીકથી વિશાલ અશાેક બાેઘાણી, મેહુલ અરવિંદ ગજેરા સહિત 10 શખ્સાેને 18950ની મતા સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...