તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • In Amreli District, 12 Persons Were Booked For Violating The Declaration, For Putting More Passengers In The Vehicle, And For Violating The Social Distance.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:અમરેલી જિલ્લામાં 12 શખ્સ સામે જાહેરનામા ભંગનો ગુનાે નાેંધાયાે, વાહનાેમાં વધુ પેસેન્જર બેસાડવા, સાેશ્યલ ડિસ્ટન્સના ભંગ બદલ કાર્યવાહી

અમરેલી4 મહિનો પહેલા
 • કૉપી લિંક

અમરેલી જિલ્લામા પાેલીસે વાહનાેમા વધુ પેસેન્જર બેસાડવા, માસ્ક ન પહેરવુ તેમજ સાેશ્યલ ડિસ્ટન્સના ભંગ બદલ 12 શખ્સાે સામે ગુનાે નાેંધ્યાે હતાે. લાઠીના પાડરશીંગામા દાનેવ પાનની દુકાને વધુ ગ્રાહકાે અેકઠા કરી તેમજ હેલ્થકાર્ડ ન કઢાવતા નનકુભાઇ ખુમાણ નામના શખ્સ સામે ગુનાે નાેંધાયાે હતાે. આ ઉપરાંત ચલાલામા ચાની લારી ચલાવતા ઇકબાલ ભટ્ટી વધુ ગ્રાહકાે એકઠા કરી સાેશ્યલ ડીસ્ટન્સનાે ભંગ કરતા કાર્યવાહી કરાઇ હતી. અા ઉપરાંત પાેલીસે ધારીમા કારમા વધુ માણસાે બેસાડનાર હુસેન ત્રવાડી સામે જાહેરનામા ભંગ સબબ ગુનાે નાેંધ્યાે હતાે. સાવરકુંડલાના વંડામા છાેટા હાથી વાહનમા 10થી વધુ મુસાફરાે બેસાડી સાેશ્યલ ડિસ્ટન્સનાે ભંગ કરનાર હિમત ચાૈહાણ સામે પણ કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત સાવરકુંડલા, અમરેલીમા અાેટાે રીક્ષામા વધુ પેસેન્જર બેસાડનાર રીક્ષા ચાલકાે સામે પણ કાર્યવાહી કરાઇ હતી. જયારે અમરેલીમા હરી રાેડ પર અાવેલ પરીખ ભાણજી જીવણલાલ નામની દુકાને વધુ ગ્રાહકાે એકઠા કરી તેમજ સેનેટાઇઝર ન રાખી સાેશ્યલ ડિસ્ટન્સનાે ભંગ કરતા શૈલેષભાઇ પરીખ સામે ગુનાે નાેંધાયાે હતાે. તાે મીરા અાર્કેડમા અાર્ત હેન્ડલુમની દુકાને પણ વધુ ગ્રાહકાે એકઠા કરી સાેશ્યલ ડિસટન્સ તેમજ સેનેટાઇઝરની કાેઇ વ્યવસ્થા ન રાખનાર કલ્પેશ સવાણી નામના દુકાનદાર સામે પણ ગુનાે નાેંધાયાે હતાે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો