તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:અમરેલી ડેપાેમાં ડ્રાઇવરની નાેકરી લખવા માટે રૂા. 5 હજારની લાંચ લેતા એટીઆઇ ઝડપાયા

અમરેલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લાંચના નેટવર્કમાં સામેલ અન્ય અેક ડ્રાઇવર સામે પણ ગુનાે નાેંધવામાં આવ્યો

કાેરાેના કાળમા પુરતા પ્રમાણમા અેસટી બસાે દાેડી રહી નથી ત્યારે ડ્રાઇવરની નાેકરી લખવા માટે લાંચીયા અેસટી અધિકારીઅાે તેમનુ લાેહી ચુસી તગડી લાંચ માંગી રહ્યાં છે. જાે કે અમરેલી અેસટી ડેપાેમા અાજે અાવા અધિકારીનાે પાપનાે ઘડાે ફુટયાે હતાે. અહીના અેક અેસટી ડ્રાઇવરને લાંબા સમયથી નાેકરી અાપવામા અાવતી ન હતી. અને રજા ગણવામા અાવતી હતી. જેથી તેણે પાેતાની નાેકરી લખવા માટે અમરેલી અેસટી ડેપાેના અાસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સપેકટર સુરેશ ગાેવિંદભાઇ ચાૈહાણનાે સંપર્ક કર્યાે હતાે. સુરેશ ચાૈહાણે તેની નાેકરી લખવા માટે ડ્રાઇવર પાસે રૂપિયા 7500ની લાંચની માંગણી કરી હતી. અેટલુ જ નહી જે તે સમયે રૂપિયા અઢી હજાર વસુલ કરી લીધા હતા. અને બાકીના પાંચ હજાર પગાર થયા બાદ અાપવાનાે વાયદાે હતાે.

અેસટી ડ્રાઇવરને અા અંગે અમરેલી અેસીબીમા ફરિયાદ કરી હતી. જેને પગલે ઇન્ચાર્જ પીઅાઇ ડી.કે.વાઘેલા તથા સ્ટાફે છટકુ ગાેઠવ્યું હતુ. જેને પગલે અાસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેકટર સુરેશ ગાેવિંદ ચાૈહાણ અને તેની સાથે અન્ય અેક ડ્રાઇવર સુનીલ જસવંત રાઠાેડ રૂપિયા 5 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા. અમરેલી અેસીબીઅે અા સફળ છટકુ અેટીઅાઇની અાેફિસમા જ પાર પાડયુ હતુ.

ડ્રાઇવરનંુ અેટીઅેમ કાર્ડ પણ લઇ લીધંુ હતું
અહી અેસટી કર્મચારીઅાેને જાણે રીતસર લુંટવાનુ ષડયંત્ર ચાલતુ હતુ. લાંચની રકમનાે વાયદાે કર્યા બાદ સુરેશ ચાૈહાણ વતી સુનીલ રાઠાેડે અા ડ્રાઇવરનુ અેટીઅેમ કાર્ડ પાેતાના કબજામા લઇ લીધુ હતુ. જે લાંચની રકમ ચુકવ્યા બાદ મુકત કરવાનુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો