વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ:અમરેલીમાં કૉંગ્રેસ પ્રભારી સુખરામ બિશ્નોઈએ નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે બેઠક કરી, તમામને કામે લાગી જવા હાકલ કરી

અમરેલી2 મહિનો પહેલા
  • 2022 વિધાનસભામાં અમરેલીમાં ત્રિપાંખિયા જંગની સંભાવના

2022 વિધાન સભા ચૂંટણી નજીક આવી છે ત્યારે કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અમરેલી જિલ્લાની 5 બેઠક ઉપર રાજસ્થાનના મંત્રી સુખરામ બિશ્રોઇ,સહ પ્રભારી ગોપાલ મીણા સહિત કોંગ્રેસ પક્ષના આગેવાનો વિધાનસભા વિસ્તારમાં કાર્યકરો સાથે ચર્ચા વિચારણા કરી રહ્યા છે. ગઈકાલે લાઠી વિધાનસભા બેઠક ઉપર બેઠક મળ્યા બાદ આજે અમરેલીની બેઠક ઉપર મિટિંગ મળી ત્યારબાદ રાજુલા વિધાન સભા બેઠક ઉપર બેઠક કરી હતી. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા અને કોંગ્રેસના અગેવાનો દ્વારા ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. મંદી મોંઘવારી વિવિધ મુદા ઉપર કોંગ્રેસ આજે આક્રમક બની હતી જેમાં સ્થાનીક અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણી, લાઠીના ધારાસભ્ય વિરજી ઠુમ્મર,રાજુલાના ધારાસભ્ય અંબરીષ ડેર સહિત કોંગ્રેસના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યકરોને કામે લાગી જવા હાકલ કરવામાં આવી
આવનારી વિધાન સભા ચૂંટણીઓ નજીક આવી છે ત્યારે કોંગ્રેસ પક્ષના આગેવાનો દ્વારા કાર્યકરોને કામે લાગી જવા માટે હાકલ કરી દેવાઈ છે. આવતા દિવસોમાં મજબૂત રીતે કોંગ્રેસ લડી શકે તે માટે જરૂરી માર્ગદર્શન સૂચનાઓ આપવામાં આવી હતી.

અમરેલીમાં ત્રિપાંખિયો જંગ જામવાની શક્યતા
અમરેલીમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ, ભાજપ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ જોવા મળી શકે છે. આ ત્રણેય પક્ષો સંગઠન મજબૂત કરી રહ્યા છે ત્યારે હાલ આ ત્રણ પાર્ટીના કાર્યક્રમો સતત વધી રહ્યા છે જેના કારણે વિધાનસભા ચૂંટણીમાં કાંટે કી ટક્કર થાય તેવા એંધાણ અત્યારથી જોવા મળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...