સીટી પોલીસમાં ફરિયાદ:અમરેલીમાં ગાળો બોલવાની ના પાડતા યુવક પર પથ્થર વડે હુમલો, પાનના ગલ્લે ઉશ્કેરાઇ જઇ બોલાચાલી કરી

અમરેલી6 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમરેલીમાં હનુમાનપરામાં રહેતા એક યુવકે અહી જ રહેતા એક શખ્સને ગાળો આપવાની ના પાડતા તેણે ઉશ્કેરાઇ જઇ પત્થરના છુટા ઘા મારી માથામાં ઇજા પહોંચાડતા તેણે આ બારામા અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ, યુવકને મારમાર્યાની આ ઘટના અમરેલીમાં બની હતી. અહીના હનુમાનપરા શેરી નં-3મા રહેતા ગોપાલભાઇ રમેશભાઇ સોલંકી (ઉ.વ.33) નામના યુવાને અમરેલી સીટી પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ હનુમાનદાદાના મંદિર પાસે પાનના ગલ્લે ઉભા હતા ત્યારે અનીલ મનસુખ રંગપરા નામનો શખ્સ ત્યાં ધસી આવ્યો હતો.

આ શખ્સે ગાળો આપતા તેને ના પાડી હતી. જેને પગલે તે ઉશ્કેરાઇ ગયો હતો અને છુટા પત્થરના ઘા મારી માથામા ગંભીર ઇજા પહોચાડી હતી. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઇ આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...