અમરેલીના સહજાનંદનગરમાં બીમારીથી કંટાળી મહિલાએ જાતે પોતાના પેટમાં છરીના બે ઘા મારતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે ધારીના દુધાળા ગામે યુવકે હરસ- મસાની બીમારીથી ઝેરી ટીકડા ખાઈ લેતા મોત નીપજ્યું હતુ. અમરેલીના સહજાનંદનગર શેરી નંબર 2માં રહેતા 33 વર્ષિય પુનમબેન દેવેન્દ્રભાઈ વાઘેલાએ 6 ઓગસ્ટના રોજ બી.પી.ની બીમારથી કંટાળી જાતે જ પેટમાં છરીના બે ઘા મારી દીધા હતા. તેમને ઈજા પહોંચતા પ્રથમ અમરેલી સિવીલ હોસ્પિટલમાં અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.
પુનમબેનનું રવિવારે સારવાર દરમિયાન મોત થતા તેમના પતિ દેવેન્દ્રભાઈએ સીટી પોલીસને જાણ કરી હતી. બનાવ અંગે સીટી પીઆઈ જે.જે. ચૌધરી વધુ તપાસ ચલાવી રહ્યા છે.બીજી તરફ ધારીના દુધાળા ગામે રહેતા 25 વર્ષિય રમેશભાઈ મનુભાઈ ચૌહાણે છેલ્લા સાત માસથી થતી હરસ- મસાની બીમારીથી કંટાળી 4 ઓગસ્ટના રોજ ઝેરી ટીકડા ખાઈ લેતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે મનોજભાઈ મોહનભાઈ ચૌહાણે ધારી પોલીસને જાણ કરતા હેડ કોન્સેટેબલ એસ.બી.ખાચરે વધુ તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.