તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • In Amreli, A Person Called The Petrol Pump Manager And Said, "I Am Talking About Chhatrapal, The Father Of Amreli. If You Want To Run A Pump, You Have To Pay Rs 10 Lakh."

વાઈરલ ઓડિયો:અમરેલીમાં પેટ્રોલપંપ સંચાલકને ફોન કરી એક શખ્સે કહ્યું-'અમરેલીનો બાપ છત્રપાલ બોલું છું, પંપ ચલાવવો હોય તો 10 લાખ આપવા પડશે'

અમરેલી6 દિવસ પહેલા
પ્રતીકાત્મક તસવીર
  • અમરેલીના સાંસદ અને SP વિષે પણ બેફામ વાણીવિલાસ કર્યો

અમરેલી જિલ્લામાં પેટ્રોલ પંપના સંચાલક પાસે 10 લાખ રૂપિયાની ખંડણીની માંગણી કરતા એક શખ્સની ઓડિયો ક્લિપ હાલ ચર્ચાનો વિષય બની છે. સાડા ત્રણ મિનિટની ઓડિયો ક્લિપમાં એક શખ્સ પોતાની ઓળક છત્રપાલ વાળા તરીકે આપી રહ્યો છે અને સામે પેટ્રોલ પંપના સંચાલક કે જે હિતેષભાઈ તરીકે પોતાની ઓળખ આપે છે તેની સાથે વાતચીત કરી રહ્યો છે. પેટ્રોલ પંપના સંચાલક અને અજાણ્યા શખ્સ વચ્ચે થયેલી વાતચીતના મુખ્ય અંશો પર નજર કરીએ તો.

ઓડિયો ક્લિપમાં થયેલી વાતચીતના મુખ્ય અંશ

છત્રપાલ વાળા- કોણ બોલે છે?

હિતેષભાઈ- હું હિતેષભાઈ બોલું છું.

છત્રપાલ વાળા- આપણે ગુરુદત્ત પેટ્રોલ પંપનો વહીવટ કોણ સંભાળે છે?

હિતેષભાઈ- કોણ બોલો છો તમે?

છત્રપાલ વાળા- છત્રપાલભાઈ વાળા

હિતેષભાઈ- બોલોને દાદા શું હતું?

છત્રપાલ વાળા- આ કોણ વહીવટ સંભાળે છે?, એમ કહું છું

હિતેષભાઈ- હું જ સંભાળુ છુ, બોલો

છત્રપાલ વાળા- શાંતિથી પેટ્રોલ પંપ ચલાવવો છે કે પછી માથાકૂટ કરવી છે ત્યાં

હિતેષભાઈ- કેમ, શું થયું?

છત્રપાળ વાળા- એસપી સાહેબ કેટલો ટાઈમ આખી જિંદગી રહેવાના છે?

છત્રપાલ વાળા- છત્રપાલભાઈ વાળા બોલો છું, ઓળખાણ પડી,અમરેલીનો કાઠી દરબાર બોલું છું, છત્રપાલ વાળા

છત્રપાલ વાળા- નારણ કાછડિયા છે ને સાંસદ.....અપશબ્દો બોલે છે

હિતેષભાઈ- બોલોને શું અમારી ફરિયાદ આવી?

છત્રપાલ વાળા- પેટ્રોપ પંપ શાંતિ ચલાવવો છે, સિક્યુરિટી જોઈતી છે છોકરાવની, આપશે પોલીસ?

હિતેષભાઈ-બોલોને ભૂલ અમારી શું થઈ?

છત્રપાલ વાળા-ભૂલ કંઈ નથી થઈ, પૈસા જોઈએ છે, 10 લાખ જોઈ છે.

હિતેષભાઈ-પૈસા તો મારે વડીલને પૂછવું પડે

છત્રપાળ વાળા-પૂછવું ના પડે, કોઈની સિક્યુરિટી છે પોલીસ આપશે?

હિતેષભાઈ- ના આપે

છત્રપાલ વાળા- અપશબ્દો બોલે છે

હિતેષભાઈ- હા પણ શેનું શું કરવાનું છે?

છત્રપાલ વાળા-પૈસા જોતા છે 10 લાખ રૂપિયા, એસપી નિર્લિપ્ત રાય પાસે જવું છે?

હિતેષભાઈ- મારી પાસે હોવા જોઈએ ને પણ

છત્રપાલ વાળા-16 ગુના છે કેટલા ગુના છે 16, કદાચ એસપી નિર્લિપ્ત રાય પાસે 17મો ગુનો કરશું ને તો ધોકા જ મારશે અને બીજે દિવસે જામીન પર છુટી જઈશ. કંઈ મર્ડર તો કર્યું નથી. પછી છોકરાવની અને તમારી સિક્યુરિટી શું?

હિતેષભાઈ-બરોબર

છત્રપાલ વાળા- એટલે શું કરવાનુ છે?

હિતેષભાઈ- શેનું પણ શું કરવાનુ છે?

છત્રપાલ વાળા-પૈસા દેવાના છે 10 લાખ રૂપિયા કે પેટ્રોલ પર ફાયરીંગ કરાવું?

હિતેષભાઈ-કરાવોને તમ તમારે કંઈ નથી દેવાનું

છત્રપાલ વાળા-તું પોલીસ સાથે રાખજે, તારુ નામ શું?

હિતેષભાઈ-હિતેષભાઈ

છત્રપાલ વાળા- તું ફાયરીંગ વગર નહી માને

હિતેષભાઈ-કંઈ વાંધો નહીં

છત્રપાલ વાળા- એમને, હા તો 3 દિવસમાં બંદૂક ના ફોડુંને તો તું મને કહેજે

છત્રપાલ વાળા- આવા એસપીની અંદર જો ફોન કરતો હોય ને તો માનજે કે બાપ જ હોય.તારે નથી દેવાને , પાકુ, તારી સિક્યુરિટી રાખજે તારુ નામ શું?

હિતેભાઈ- હિતેષ ભાઈ

છત્રપાલ વાળા- પેટ્રોલ પંપ પરથી નીકળવામા ધ્યાન રાખજે, એસપી નિર્લિપ્ત રાયને કહેજે કે આખી જિંદગી તારો સાથ આપે.

મહત્વનું છે કે, અમરેલી જિલ્લામાં પોલીસને રીતસરનો પડકાર ફેંકવામા આવતો હોય તેવી વાતચીતની આ ઓડિયો ક્લિપ મામલે હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે હાલ વાઈરલ ઓ઼ડિયો ક્લિપ મામલે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...