તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:અમરેલીમાં સામે જાેવા મુદે આધેડને મારમાર્યાે

અમરેલી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3 શખ્સાેઅે બાેલાચાલી કરી ધમકી પણ અાપી

અમરેલીમા સાવરકુંડલા રાેડ પર રહેતા અેક અાધેડને સામે જાેવા મુદે ત્રણ શખ્સાેઅે બાેલાચાલી કરી પાઇપ વડે મારમારી ઇજા પહાેંચાડી હતી. તેમજ મારી નાખવાની ધમકી અાપતા તેણે અા બારામા અમરેલી સીટી પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

અાધેડને મારમાર્યાની અા ઘટના અમરેલીમા બની હતી. અહી રહેતા હસુભાઇ નાગજીભાઇ રાઠાેડ (ઉ.વ.50) નામના અાધેડે અમરેલી સીટી પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે જીતુભાઇ જાેગદીયાની સામે જાેતા તેને સારૂ નહી લાગતા બાેલાચાલી કરી હતી. જીતુભાઇ તેમજ રમેશભાઇ અને અેક અજાણ્યા શખ્સે ઉશ્કેરાઇ જઇ લાેખંડના પાઇપ વડે મારમારી ઇજા પહાેંચાડી હતી. અા ઉપરાંત ત્રણેય શખ્સાેઅે મારી નાખવાની ધમકી પણ અાપી હતી. બનાવ અંગે હેડ કાેન્સ્ટેબલ બી.ડી.વાળા અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...