ચોરીનો ભેદ ખુલ્યો:અમરેલીમાં કારમાંથી રોકડ અને દાગીના ભરેલ પર્સની ચોરી કરનાર શખ્સ ઝડપાયો

અમરેલી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • LCBઅે સીસીટીવી કેમેરાની મદદથી શંકાસ્પદ વ્યક્તિની પુછપરછ કરતા ચોરીનો ભેદ ખુલ્યો

અમરેલીના લાઠી બાયપાસ નજીક કારમાંથી રોકડ રકમ અને દાગીના ભરેલ પર્સની ચોરી કરનાર શખ્સને એલસીબીએ ઝડપી લીધો હતો. પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી શંકાસ્પદ વ્યક્તિની આગવી ઢબે પુછપરછ કરતા કારમાંથી પર્સની ચોરી કર્યાનો ભેદ ખુલ્યો હતો.

અમરેલીમાં પાંચ દિવસ પહેલા લાઠી બાયપાસથી નાના મંજીયાસર સુધીમાં કાર નંબર જી.જે. 01.કેએસ 0393માં સીટના પાછળના કવરખાનામાં રહેલ 52 હજારની રોકડ, સોનાની દાગીના જેમાં વિટી નંગ 2, સોનાનો ચેઈન પેડલ સહિત કુલ રૂપિયા 2.59 લાખના મુ્દામાલ ભરેલ પર્સની ચોરીની અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ધર્મેશભાઈ મનસુખભાઈ ગોંડલીયાએ ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે અમરેલી એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ આર.કે. કરમટા અને પીએસઆઈ પી.એન.મોરીએ બાયપાસ વિસ્તારમાં આવેલ સીસીટીવી કેમેરાની ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.

હાલ અમદાવાદના નિકોલમાં રહેતા અને મુળ મોટા મુંજીયાસરના વિજય બાબુભાઈ ભટ્ટી શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યા હતા. જેના કારણે એલસીબીએ તેમની આગવી ઢબે પુછપરછ હાથ ધરી હતી. અને પાંચ દિવસ પહેલા થયેલી ચોરીનો ભેદ ખુલ્યો હતો. એલસીબીએ વિજય ભટ્ટી પાસેથી ચોરીમાં ગયેલ રોકડ રકમ અને દાગીના મળી કુલ રૂપિયા 3,45,870નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...