સિંહની પજવણી ભારે પડી:અમરેલીમાં ખાંભાના ડેડાણ રોડ ઉપર સિંહની પાછળ બાઇક દોડાવી પજવણી કરનાર એક ઝડપાયો

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2 સિંહોની પજવણી કરનાર ખાંભાના ભાવરડી ગામના યુવાને વનવિભાગે ઝડપી લીધો

અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા વધી રહી છે તેવા સમયે સિંહોની પજવણી પણ વધી રહી છે. ત્યારે વારંવાર વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થાય છે. 2 દિવસ પહેલાં ખાંભા પંથકમાં 2 સિંહોને રોડ ઉપર દોડાવી પજવણી કરતો વીડિયો વાયરલ થયો હતો. જેના કારણે ધારી ગીર પુર્વ ડીસીએફ દ્વારા તપાસના આદેશ આપ્યા બાદ ખાંભા તુલસીશ્યામ રેન્જના આર.એફ.ઓ.રાજલ પાઠક દ્વારા તપાસ શરૂ કરી હતી. ખાંભા વિસ્તારમાં વીડિયોના આધારે તપાસ કરતા ખાંભા ડેડાણ રાણીગપરા વિસ્તારનો હોવાનું ખુલ્યું હતું.

એકની ધરપકડ
ખાંભાના ભાવરડી ગામના દેવકુ ભાભલુભાઈ મોભ નામના યુવાનની ખાંભા વનવિભાગે ધરપકડ કરી વાઈલ્ડ લાઈફ એક્ટ મુજબ વનવિભાગમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઇ છે. સિંહોની પજવણીના બનાવો વધી રહ્યા છે વનવિભાગ સતત કાર્યવાહી કરી રહ્યું છે. તેમ છતાં વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે અને વનવિભાગ કાર્યવાહી કરી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...