તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:અમરેલીમાં નકલી પત્રકારે પાેલીસ સાથે માથાકુટ કરી ફરજમાં રૂકાવટ કરી

અમરેલી18 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમરેલીમા ગઇકાલે પાેલીસે અેક બાઇક ચાલક યુવકને રાેકતા પાેતે પત્રકાર ન હાેવા છતા પત્રકારની ખાેટી અાેળખ અાપી પાેલીસ સાથે માથાકુટ કરી ફરજમા રૂકાવટ કરી હતી. અેટલુ જ નહી પાેલીસે પકડી લીધા બાદ પાેતાનુ માથુ દિવાલે અથડાવી પાેલીસ વિરૂધ્ધ ફરિયાદ કરવા ધમકી પણ દીધી હતી.અા ઘટના ગઇરાત્રે ચિતલ રાેડ પર ગાંધીબાગ પાસે બની હતી. સ્થાનિક પાેલીસ સ્ટાફ અહી પેટ્રાેલીંગમા હતાે ત્યારે બટારવાડીમા બેકરી પાસે રહેતાે અફજલ ઉર્ફે લક્કી અસલમ બ્લાેચ નામનાે શખ્સ માેટર સાયકલ નંબર જીજે 14 અેકયુ 0600 લઇ અહીથી નીકળ્યાે હતાે.

પાેલીસે અટકાવી તેની તલાશી લેવા પ્રયાસ કરતા હું પત્રકાર છું તેમ કહી પાેલીસ સાથે માથાકુટ કરી ફરજમા રૂકાવટ કરી વિડીયાે ઉતારવા લાગ્યાે હતાે. ઘટનાને પગલે અન્ય પાેલીસકર્મીઅાે પણ અહી દાેડી અાવ્યાં હતા. અા શખ્સ હકિકતમા કાેઇ પત્રકાર ન હાેવાનુ પાેલીસ તપાસમા ખુલ્યુ હતુ. તેને જયારે કાયદેસરની કાર્યવાહી કરવા નાગનાથ પાેલીસ ચાેકીઅે લવાયાે ત્યારે પાેલીસને દબાવવા માટે જાતે જ દિવાલ પર માથા પછાડવા લાગ્યાે હતાે અને પાેલીસે મારમાર્યાે છે તેવી ફરિયાદ કરવાની ધમકી પણ અાપી હતી.

અન્ય સમાચારો પણ છે...