કાર્યવાહી:અમરેલીમાં 18 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપાયેલા શખ્સ સામે ગુનાે નાેંધાયો

અમરેલી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાબરા પંથક બાદ અમરેલીમાં પણ પોલીસે તપાસ શરૂ કરી
  • પોલીસે પકડેલો પાઉડર નશીલાે પદાર્થ હાેવાનાે રિપોર્ટમાં ખુલાસાે

અમરેલીના બહારપરામા અેકાદ માસ પહેલા પાેલીસે અેક શખ્સના ઘરમા દરાેડાે પાડી 18 ગ્રામ શંકાસ્પદ પાઉડરનાે જથ્થાે ઝડપી લીધા બાદ ફાેરેન્સીક લેબની તપાસણીમા તે નશીલાે પદાર્થ હાેવાનુ ખુલતા અા શખ્સ સામે ગુનાે નાેંધવામા અાવ્યાે છે.

અામપણ અમરેલી શહેરમા છાનાખુણે ડ્રગ્સનાે ધંધાે ચાલતાે હાેવાની અવારનવાર ફરિયાદાે ઉઠતી રહે છે. ખાસ કરીને યુવાધનને સફેદ પાઉડરના રવાડે ચડાવવામા અાવે છે. તાજેતરમા મુંદ્રા પાેર્ટ પરથી ડ્રગ્સનાે માેટાે જથ્થાે ઝડપાયા બાદ સાૈરાષ્ટ્રમા ઠેરઠેર દરાેડા પડાયા હતા. બાબરા પંથકના અેક શખ્સની પણ ડ્રગ્સ કાંડમા સંડાેવણી ખુલ્યા બાદ પેાલીસે અમરેલીમા પણ તપાસ શરૂ કરી હતી. અમરેલી અેસઅાેજીની ટીમે અહીના બહારપરામા ધાનાણી શેરીમા રહેતા ફારૂક વલીભાઇ માંડલીયા (ઉ.વ.45) નામના શખ્સના ઘરે ગત 23ના રેાજ દરાેડાે પાડી 18 ગ્રામ શંકાસ્પદ સફેદ પાઉડરનાે જથ્થાે ઝડપી લીધાે હતાે.

પાેલીસે ત્યારે અા શખ્સ સામે તપાસ શરૂ કરી પાઉડરના જથ્થાને નિરીક્ષણ માટે ગાંધીનગર લેબમા માેકલ્યાે હતાે. જયાં સફેદ પાઉડરમા અલ્પ્રાઝાેલામ, કેફીન, પેરાસીટામાેલ, કલાેરઝાેકસા હાેવાની પુષ્ટિ થઇ હતી. અલ્પ્રાઝાેલામ સાઇકાેટ્રાેપીક શીડયુલમા અાવતુ તત્વ હાેય પાેલીસે અા શખ્સ સામે અેનડીપીઅેસ અેકટ હેઠળ ગુનાે નાેંધી તેની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...