ઝુંબેશ:અમરેલીમાં 8 લાખનો વેનો અને ભાડું બાકી હોઇ પાલિકાએ વેપારી પેઢીને સીલ માર્યું

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાકીદારાેને નોટીસ પાઠવવામાં અાવી હાેવા છતા વેરાે ભરતા ન હાેઇ પાલિકાની સઘન ઝુંબેશ

અમરેલીમા નગરપાલિકા દ્વારા બાકી વેરા અને ભાડાની રકમ વસુલવા ઝુંબેશ હાથ ધરી છે. અાજે પાલિકાઅે અહીના વેપારી સાેનપાલ બ્રધર્સની શિવ ઇન્ડસ્ટ્રીઝનાે વેરાે અને ભાડાની બાકી રકમ અાઠ લાખ વસુલવા સીલ કરી દેતા બાકીદારાેમા ફફડાટ ફેલાયાે હતાે.અમરેલી પાલિકા હદ વિસ્તારના રહિશાેને અેક તરફ સુવિધા જાેઇઅે છે તાે બીજી તરફ અનેક લાેકાે બાકી વેરાે ભરતા નથી. શહેરીજનાે પીવાના પાણી અને સફાઇ અંગેની માંગણીઅાે દાેહરાવે છે. પરંતુ પાણી વેરાે ભરવામા ઉદાસીનતા અને નબળી માનસિકતા ધરાવી વેરાે અને ભાડુ ભરતા નથી.

હાલ પાલિકા દ્વારા રૂપિયા 21 કરાેડના ખર્ચે શહેરીજનાેની સુખાકારી માટે રાેડ બનાવવાની કામગીરી હાથ ધરવામા અાવી છે. સરકારની ગ્રાંટમાથી પાલિકાઅે 15 ટકા જેટલી રકમ ભેળવવાની હાેય છે.ચીફ અાેફિસર ઉદય નસીત, કારાેબારી ચેરમેન સુરેશભાઇ શેખવાઅે બાકી વસુલાત માટે તાકિદ કરવામા અાવી હતી. જેને પગલે વેરા અધિકારી દિલીપ વઘાસીયા, અે.વી.મસે, ભરત દુધરેજીયા, વિજય બુચ, વિજય ગાેસાઇ સહિત સ્ટાફ દ્વારા ખાસ વસુલાત ઝુંબેશ હાથ ધરવામા અાવી હતી. અહી સાેનપાલ બ્રધર્સની શિવ ઇન્ડસ્ટ્રીઝની બાકી વેરાની રકમ અાઠ લાખ વસુલવા માટે સીલ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...