અમરેલીમા સાવરકુંડલા રોડ પર ગુજકો મીલની પાછળ ગુજરાત રાજય કોર્પોરેશનની સરકારી જગ્યામા કમ્પાઉન્ડ વોલની કામગીરી ચાલી રહી હોય અહી છ મહિલાએ ચાલુ બાંધકામે દિવાલના બેલા ઉખેડી નાખી નુકશાન પહોંચાડયુ હતુ. તેમજ ફરજ પરના કર્મચારીને ધમકી આપી ફરજમા રૂકાવટ કરતા આ બારામા અમરેલી તાલુકા પેાલીસ મથકમા ફરિયાદ નોંધાઇ છે.
મહિલાઓએ સરકારી જગ્યામા દિવાલને નુકશાન કરી ફરજ પરના કર્મચારીને ધમકી આપ્યાની આ ઘટના અમરેલીમા બની હતી. સુરેશભાઇ કાળુભાઇ સિંધવે અમરેલી તાલુકા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે ગુજરાત રાજય કોર્પોરેશનની સરકારી જગ્યામા કમ્પાઉન્ડ વોલનુ બાંધકામ ચાલી રહ્યું છે. ગઇકાલે સાડા ત્રણેક વાગ્યે અહી શ્રધ્ધાબેન, સંગીતાબેન, ઉષાબેન, સોનલબેન, મનીષાબેન, પાયલબેન નામના મહિલાઓ અહી ધસી આવ્યા હતા.
આ મહિલાઓએ સરકારી જગ્યામા કમ્પાઉન્ડ વોલની દિવાલ તોડી બેલા ઉખેડી નાખી રૂપિયા 10 હજારનુ નુકશાન કર્યુ હતુ. તેમજ ગાળો આપી પથ્થરો અને લાકડી ઉગામી છેડતીની ખોટી ફરિયાદ કરવાની ધમકીઆપી હતી. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ પી.એલ.બારૈયા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.
મહિલા કર્મીને પણ લાકડી ફટકારી
મહિલાઓના ટોળાએ અહી કામ કરતા નિજલબેન ભરતભાઇ મેતલીયાને પગમા લાકડી મારી ઇજા પહોંચાડી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.