કાર્યવાહી:અમરેલીમાં 5478 લીટર ગેરકાયદે બાયાે-ડિઝલનાે જથ્થાે ઝડપાયાે

અમરેલી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાેલીસે રૂપિયા 4.52 લાખનાે મુદ્દામાલ કબજે લઇ બે શખ્સ સામે ગુનાે નાેંધ્યાે

અમરેલીમા કુંકાવાવ રાેડ પર અેક મકાનમા ગેરકાયદે બાયાે ડિઝલનાે જથ્થાે રાખી વેચાણ કરતા બે શખ્સાેને પાેલીસે ઝડપી લઇ 5478 લીટર બાયાે ડિઝલનાે જથ્થાે મળી કુલ રૂપિયા 4.52 લાખનાે મુદામાલ કબજે લઇ ધાેરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બાયાે ડિઝલનાે ગેરકાયદે જથ્થાે ઝડપાયાની અા ઘટના અમરેલીમા બની હતી. કુંકાવાવ રાેડ પર અાવેલ અેક મકાનમા પીપળલગના દિગ્વિજય દાનકુભાઇ વાળા નામના શખ્સે ગેરકાયદે બાયાે ડિઝલનાે જથ્થાે રાખી જલદિપ ભુપતભાઇ વાળા મારફતે વેચાણ કરાવતાે હતાે. પાેલીસે અહીથી પ્લાસ્ટિકનાે ટાંકામા રાખેલ 694 લીટર બાયાેડિઝલ તેમજ લાેખંડના ટાંકામા રાખેલ બાયાે ડિઝલ 597 લીટર ઉપરાંત ગાેડાઉનની અંદર લાેખંડના ટાંકામા રાખેલ 4197 લીટર બાયાે ડિઝલનાે જથ્થાે કબજે લીધાે હતેા.

પાેલીસે અેફઅેસઅેલની તપાસ માટે જુદાજુદા 12 સેમ્પલ લીધા હતા. અને બંને સામે અાવશ્યક ચીજવસ્તુ ધારાની કલમ મુજબ ગુનાે નાેંધી ધરપકડ કરી હતી. પાેલીસે અહીથી કુલ રૂપિયા 4,52,500નાે મુદામાલ કબજે લીધાે હતાે. બનાવની વધુ તપાસ તાલુકા પાેલીસ મથકના પીઅાઇ જી.અાર.રબારી ચલાવી રહ્યાં છે.

અગાઉ અનેક સ્થળે બાયાે ડિઝલનાે જથ્થાે ઝડપાયાે છે
જિલ્લામા ગેરકાયદે બાયાે ડિઝલના વેચાણની પ્રવૃતિ જાણે ફુલીફાલી રહી હાેય તેમ પાેલીસે અગાઉ પણ રાજુલા જાફરાબાદ, બાબરા, લાઠી વિગેરે વિસ્તારમાથી ગેરકાયદે બાયાે ડિઝલનાે જથ્થાે ઝડપી લીધાે હતાે. જાે કે તેમ છતા અા પ્રવૃતિ અટકવાનુ નામ લેતી નથી.

અન્ય સમાચારો પણ છે...