સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપથી ખેલ પ્રશિક્ષણનો ઉદેશ સિધ્ધ કરવા અમરેલીમા જિલ્લાકક્ષા સ્પોર્ટસ સ્કુલ એક દાયકાથી અમલમા મુકવામા આવેલ છે. રમત ગમતને લગતી માળખાકીય સુવિધા, ઉચ્ચ ગુણવતાયુકત શિક્ષણ તથા હોસ્ટેલ જેવી સુવિધાઓ ધરાવતી હોય તેવી શાળાને પસંદ કરવામા આવે છે. અમરેલી શહેરમા વર્ષ 18-19થી અમરેલી જિલ્લા વિદ્યાસભા સંકુલને આ માટે પસંદ કરાયુ છે.
જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના જિલ્લા રમત વિકાસ અધિકારીના માર્ગદર્શન નીચે નિષ્ણાંત કોચીસ દ્વારા હાલમા 248 ખેલાડીઓને જુદીજુદી રમતોની તાલીમ અપાઇ રહી છે. અહી હોકી, હેન્ડબોલ, સ્વીમીંગ, ઝુડો, શુટીંગ, એથ્લેટિકસ વિગેરે રમતોનો સમાવેશ કરાયો છે જેમા વિદ્યાર્થીઓ ઝળકી રહ્યાં છે. યંગ ટેલેન્ટ અને પ્રુવન ટેલેન્ટ ખેલાડીઓને ડીએલએસએસ યોજના હેઠળ અહી પ્રવેશ અપાઇ રહ્યો છે.
રમતવીર માટે વિનામૂલ્યે શિક્ષણ
આ યોજના હેઠળ અમરેલીમા 248 છાત્રોને વિનામુલ્યે શિક્ષણ, પુસ્તકો, તેને લગતી સ્ટેશનરી, નિવાસ, ભેાજન, શાળાનો ગણવેશ, રમતના આધુનિક સાધનો અને સ્પોર્ટસ કીટ વિગેરેનો લાભ આપવામા આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.