દિવ્ય જ્યોત સખી મંડળ:અમરેલીમાં 10 બહેનો હાથ બનાવટથી ઝૂલા, ફૂલદાની અને ટેડીબેર સ્ટેન્ડ જેવા ઉત્પાદનો બનાવે છે

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલા આત્મનિર્ભરતાનું પ્રતિક બનતું વિઠ્ઠલપુરનું દિવ્ય જ્યોત સખી મંડળ
  • SBI RSETIની તાલીમ દ્વારા હસ્તકલાના ઉત્પાદનો દ્વારા આજીવિકા મેળવતી મહિલાઓ

અમરેલી તાલુકાના વિઠ્ઠલપુર ગામનું દિવ્ય જ્યોત સખી મંડળ મહિલા આત્મનિર્ભરતાના સંકલ્પ સાથે હસ્તકલાનાં ઉત્પાદનોનો તૈયાર કરી અને વેચાણ કરી રહ્યું છે. આ સખી મંડળમાં 10 બહેનો કામ કરી છે. હાથ બનાવટથી ઝૂલા, ફૂલદાની, ટેડીબેર સ્ટેન્ડ વગેરે જેવાં ઉત્પાદનો બનાવે છે. મહિલાઓને આ ઉત્પાદનને તૈયાર કરવા માટે SBI RSETI દ્વારા તાલીમ પણ આપવામાં આવી છે.

સખી મંડળના અંજલિબહેન વાઘેલાઅે જણાવ્યું હતુ કે અમે છેલ્લા દોઢ વર્ષથી આ સખી મંડળની શરૂઆત કરી છે. અમારો ધ્યેય આત્મનિર્ભર થવાનો છે. સખી મંડળોને સરકાર દ્વારા સહાય મળે છે. તેની અમને જાણ છે. પરંતુ હજુ સુધી સહાય કે ભંડોળ લીધા વગર જ અમે ઉત્પાદનોનાં વેચાણના આધારે આગળ વધી રહ્યા છીએ. અને ખરા અર્થમાં આત્મનિર્ભર બની અન્ય જરૂરતમંદ હોય એવા સખી મંડળને એ મદદ મળી રહે તેવી અમારા મંડળની બહેનોની નેમ છે.

મંડળની બહેનો દ્વારા દોઢસો રૂપિયાથી લઈને સાડા ત્રણ ચાર હજાર રૂપિયા સુધીની ચીજો બનાવવામાં આવે છે. દિવ્ય જ્યોત આજીવિકા મંડળ દ્વારા તૈયાર કરવામાં આવેલા ઉત્પાદનો ધારી, અમદાવાદ, બરવાળા વિગેરે સ્થળોએ વેચાયા છે. આ મહિલાઓ અગાઉથી મળતા ઓર્ડરના આધારે તેમના ઉત્પાદનો તૈયાર કરી અને વેચે છે.

આ સખી મંડળ આગામી દિવસોમાં પ્રગતિ કરવા માટે કટિબદ્ધ છે. પ્રાદેશિક સખી મેળાના માધ્યમથી સખી મંડળના બહેનોના હસ્ત કૌશલ્યને વધુ વિકસવાની તક મળી છે. અને તેમની તથા તેમના પરિવારનાં આર્થિક ઉન્નતિના દ્વાર ખૂલ્યા છે.

અન્ય સમાચારો પણ છે...