ખાતુમુર્હુત:અમરાપુર ગામમાં વતનનું ઋણ અદા કરવા દાતાએ કર્યું તળાવનું ભૂમિપુજન

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તળાવના કાંઠે વૃક્ષારોપણ કરવા ગામ લોકોએ સંકલ્પ કર્યો

વડીયા તાલુકાના અમરાપુર ગામના વતની દાતા પરિવાર દ્વારા આજે અહી તળાવનુ ખાતુમુર્હુત કરવામા આવ્યું હતુ. જે પ્રસંગે મોટી સંખ્યામા ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા. સરદાર પટેલ અને સ્વામી વિવેકાનંદ લોક કલ્યાણ ટ્રસ્ટ અમરાપુરના ઉપક્રમે આ તળાવનુ નિર્માણ કરવામા આવશે. અમરાપુરના વતની અને જાણીતા દાતા પરિવારના પરશોતમભાઇ નારણભાઇ ગેવરીયા અને માવજીભાઇ ડાયાભાઇ ભીમાણી દ્વારા સરદાર પટેલ અને સ્વામી વિવેકાનંદ લોક કલ્યાણ ટ્રસ્ટ દ્વારા અહી વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામા આવે છે.

ગ્રામ્ય વિસ્તારમા ઉચ્ચ શિક્ષણ સરળતાથી મળી રહે તે માટે 2008થી હોસ્ટેલની સુવિધા સાથેની બીબીએ, બીસીએ કેાલેજ શરૂ કરવામા આવી છે. હવે જળ એ જ જીવન સુત્રને સાર્થક કરવા માટે ટ્રસ્ટ દ્વારા ઢોલરવા રોડ પર તળાવનુ આયોજન હાથ ધરાયુ છે. આજે પરશોતમભાઇ ગેવરીયા અને કુંકાવાવ વડીયા વિસ્તારના પુર્વ ધારાસભ્ય બાવકુભાઇ ઉંધાડના હસ્તે તેનુ ખાતમુર્હુત કરવામા આવ્યું હતુ. આ તકે સરપંચ મગનભાઇ કાનપરીયા, ઉપસરપંચ જેઠસુરભાઇ વાળા, મનોજભાઇ હપાણી, મનુભાઇ સાવલીયા વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...