• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • In A Single Day At Babra Marketing Yard In Amreli, The Income Of Half A Thousand Mounds Of Cotton, Farmers Got A Price Of 800 To 1700 Rupees

મબલખ આવક:અમરેલીની બાબરા માર્કેટિંગ યાર્ડમાં એક જ દિવસમાં કપાસની અધધ 21 હજાર મણ આવક, ખેડૂતોને 800થી 1700રૂપિયાનો ભાવ મળ્યો

અમરેલીએક મહિનો પહેલા
  • માર્કેટીંગ યાર્ડ ખાતે છેલ્લા એક અઠવાડિયાથી કપાસની મોટા પ્રમાણમાં આવક થતા યાર્ડ કપાસથી છલકાય ઉઠ્યું
  • કપાસનો સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી

અમરેલી જિલ્લાની બાબરા માર્કેટ યાર્ડમાં છેલ્લા એક અઠવાડિયાથી કપાસની મબલખ આવક થઈ રહી છે. બાબરામાં 21 હજાર મણ કરતા પણ વધુ મણ કપાસની આવક નોંધાઈ છે. આગામી દિવસોમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. જેને લઈ ખેડૂતો પોતાના વાવેતર કરેલા પાકનું વેંચાણ કરી રહ્યા છે.

આ વર્ષે ખેડૂતોને આશા કરતા વધુ ભાવો મળી રહ્યા છે. જેથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. ખેડૂતોને આ વર્ષે કપાસના 800થી લઈ 1700 રૂપિયા સુધીના ભાવો મળી રહ્યા છે. ત્યારે અમરેલી જિલ્લામાં બાબરા માર્કેટીંગ યાર્ડ ખાતે છેલ્લા એક અઠવાડિયાથી કપાસની મોટા પ્રમાણમાં આવક શરૂ છે. કપાસની આવક સતત શરૂ હોવાને કારણે યાર્ડ કપાસથી છલકાય ઉઠ્યું છે. આજના દિવસે બાબરા યાર્ડમાં ખૂબ મોટા પ્રમાણમાં આવક થતા 21 હજાર મણ કપાસની આવક થઈ છે. આવી જ રીતે અમરેલી, સાવરકુંડલા, બગસરા સહિત મોટાભાગની યાર્ડમાં કપાસની આવક વધુ જોવા મળી રહી છે. ખેડૂતોને કપાસનો ભાવ 800 થી લઈ 1700 રૂપિયા સુધીનો મળી રહ્યો છે. આવતા થોડા દિવસો બાદ દિવાળી તહેવાર આવી રહ્યો હોવાને કારણે ખેડૂતો કપાસ વહેંચી રહ્યા છે અને સારો ભાવ પણ મળી રહ્યો છે જેના કારણે મબલક પ્રમાણમાં કપાસની આવક માર્કેટિંગ યાર્ડમાં થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...