તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્રએ છુપાવ્યા આંકડા:દોઢ માસમાં જિલ્લામાં કોરોનાના 15 હજાર કેસ, 11, 500 દર્દી તો પોઝિટીવ આવ્યા બાદ હોમ આઇસોલેટ

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લામાં સોમવારે વધુ 183 પોઝિટીવ, 2ના મોત અને 128 હોસ્પિ.માંથી ડિસ્ચાર્જ થયા
  • તંત્રએ ચોપડે બતાવ્યા માત્ર 2409 કેસ, મૃત્યુ આંક છુપાવ્યો
  • જિલ્લામાં વાસ્તવિક ચિત્ર બિહામણું દેખાઇ રહ્યું છે

છેલ્લા દોઢ માસથી અમરેલી જિલ્લામાં કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરેલું છે. ત્યારે અમરેલી જિલ્લાનું વહીવટી તંત્ર પોતાની વાહવાહી કરાવવા કોરોનાના દર્દીઓ અને મૃતકોના આંકડા છુપાવવામાં વધુ વ્યસ્ત નજરે પડે છે. કોરોનાનો સેકન્ડ વેવ શરૂ થતા દોઢ માસમાં જ અમરેલી જિલ્લામાં 15 હજારથી વધુ પોઝિટિવ દર્દીઓ આવ્યા છે. છતાં તંત્રએ મોટા ભાગના આંકડા છુપાવી માત્ર 2409 કેસ ચોપડે દેખાડયા છે.કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. તેવા સમયે અમરેલી જિલ્લાનું વહીવટી તંત્ર જેટલું લોકોની મદદ માટે દોડી રહ્યું છે. તેનાથી વધુ આંકડાઓની માયાજાળ રચવામાં દોડી રહ્યું છે.

ખાસ કરીને સેકન્ડ વેવમાં અમરેલી જિલ્લામાં મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ આવતા હોવા છતાં તંત્ર પોતાની વાહવાહી મેળવવા કેસના આંકડાઓ છૂપાવવામાં સતત વ્યસ્ત રહ્યું છે. સેકન્ડમાં ગત 20 માર્ચથી અત્યાર સુધીમાં તંત્રના ચોપડે માત્ર 2409 કેસ દર્શાવાયા છે. પરંતુ હકીકત એ છે કે આ સમયગાળામાં અમરેલી જિલ્લામાં 15 હજારથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છેખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની સ્થિતી કફોડી છે. અહીં આવતા કેસ તંત્ર ચોપડે દર્શાવતું નથી. હોમ આઈસોલેશનમાં જતા મોટાભાગના દર્દીઓના આંકડા તંત્રે છુપાવ્યા છે.

સેકન્ડ વેવમાં અમરેલી જિલ્લામાં 11500 પોઝિટિવ દર્દીઓ હોમ આઇસોલેટ થયા છે. જે પૈકી નવ હજાર દર્દીઓ 14 દિવસની સારવારમાં સાજા થઇ ગયા છે. જ્યારે આજની તારીખે પણ હોમ આઈસોલેટ થયેલા 2500થી વધુ દર્દીઓ પોઝીટીવ છે.માઇલ્ડ લક્ષણ ધરાવતા દર્દી પોઝિટિવ આવે તો દવાઓ આપી ઘરે મોકલી દેવામાં આવે છે. અને ૧૪ દિવસ બાદ તેને સાજા થયેલા માની લેવામાં આવે છે.

હકીકત તો એ છે કે ખૂબ મોટી સંખ્યામાં એવા દર્દીઓ પણ છે જેને તમામ લક્ષણો તો કોરોનાના છે પરંતુ રિપોર્ટ નેગેટિવ આવે છે. આ ઉપરાંત કોરોનાના લક્ષણો ધરાવતા અનેક દર્દીઓને ખાનગી તબીબો રિપોર્ટ કરાવ્યા વગર જ ટ્રીટમેન્ટ કરી રહ્યા છે. બીજી તરફ સોમવારે વધુ 183 કેસ, 2ના મોત અને 128 ડિસ્ચાર્જ કરાયા હતાં. આજે 2812 લોકોને રસી અપાઇ હતી.

અધિકારીઓના વાંકે જિલ્લાને પૂરતી સરકારી સહાય ન મળી
મોટી સંખ્યામાં દર્દીઓ પોઝિટિવ આવે ત્યારે સ્વાભાવિક રીતે જ રેમેડીસીવીર જેવા ઇન્જેક્શનની માંગ પણ મોટી રહે પરંતુ સ્થાનિક તંત્ર દર્દીનો આંક જ ઓછો બતાવ્યો હોય તો રાજ્ય સરકારમાંથી પૂરતો જથ્થો કઈ રીતે મળે ? સ્થાનિક તંત્રના વાંકે ઓક્સિજનથી લઈ જરૂરી દવાઓ અન્ય અન્ય મેડિકલ ઉપકરણો આ કારણે જ પૂરતા પ્રમાણમાં મળી શક્યા નથી.

ગાંધીનગર આરોગ્ય વિભાગે જ સ્થાનિક તંત્રની પોલ ખોલી
અમરેલી જિલ્લાનું આરોગ્ય તંત્ર જેટલા દર્દીઓ બતાવે છે તેના કરતા ગાંધીનગરથી આરોગ્ય વિભાગ હંમેશા દોઢ કે બે ગણા દર્દી બતાવે છે. આમ વડી કચેરી જ સ્થાનિક તંત્રની પોલ ખોલી રહી છે.

એક માસમાં માવજીંજવામાં 40, હામાપુરમાં 70નાં મોત
ધારી બગસરાના પૂર્વ ધારાસભ્ય નલીનભાઇ કોટડીયા જણાવે છે કે એક માસમાં માવજીંજવામાં 40 લોકોના મોત થયા છે. જ્યારે હામાપુરમાં 70, જુની હળિયાદમાં 40 અને વાઘણીયામાં પણ 16 મોત થયા છે.

અન્ય સમાચારો પણ છે...