તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરી:અમરેલીમાં લાઠી રોડ પરના બંધ રહેણાંકમાં રૂા. 93 હજારની ચોરી

અમરેલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • તસ્કરો સાેના ચાંદીના દાગીના અને રોકડ ઉઠાવી ગયા, અન્ય એક મકાનને પણ નિશાન બનાવતા ફફડાટ

અમરેલીમા ફરી અેક વખત તસ્કરાેની રંજાડ શરૂ થઇ છે. અહીના લાઠી રાેડ પર યાેગીનગરમા અાવેલ અેક બંધ રહેણાંકમા તસ્કરાે ત્રાટકયા હતા. અહીથી તસ્કરાે રાેકડ, સાેના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 93 હજારના મુદામાલની ચાેરી કરીને લઇ ગયા હતા. અા ઉપરાંત તસ્કરાેઅે અન્ય અેક મકાનને પણ નિશાન બનાવ્યું હતુ.બંધ રહેણાંકમા ચાેરીની અા ઘટના અમરેલીમા બની હતી.

અહીના લાઠી રાેડ પર અાવેલ યાેગીનગરમા રહેતા પ્રણવસિંહ અનીલસિંહ સિસાેદીયા (ઉ.વ.36) નામના યુવકે અમરેલી સીટી પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઅાે પાેતાનુ મકાન બંધ કરી મહુવા ખાતે તેમના સસરા બિમાર હાેય ખબર કાઢવા ગયા હતા. તેમના પત્ની અને પુત્ર અગાઉ જ મહુવા ગયા હતા. ત્યારે બંધ રહેણાંકમા તસ્કરાે ત્રાટકયા હતા અને તાળા તાેડી કબાટમા રાખેલ રાેકડ રૂપિયા 30 હજાર, સાેનાનાે ચેઇન-1, સાેનાની બુટી નંગ-2 તેમજ ચાંદીના છડા મળી કુલ રૂપિયા 93500ના મુદામાલની ચાેરી કરીને લઇ ગયા હતા

.તસ્કરાેઅે અા વિસ્તારમા સુનીલભાઇ યાદવના મકાનના પણ તાળા તાેડયા હાેવાનુ તેમણે પાેલીસને જણાવ્યું હતુ કે બનાવ અંગે પીઅેસઅાઇ અેમ.પી.પંડયા અાગળની તપાસ ચલાવી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે થાેડા સમયથી તસ્કરાેની રંજાડ ન હતી. જાે કે ફરી છેવાડાના વિસ્તારમા તસ્કરાેની રંજાડ વધી હાેય પાેલીસ દ્વારા રાત્રીના સમયે સઘન પેટ્રાેલીંગ કરવામા અાવે તેવુ લાેકાે ઇચ્છી રહ્યાં છે.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...