ગંભીર બાબત:2 માસમાં ડૂબી જવાથી 28ના માેત

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમરેલી જિલ્લામા બે માસમા પાણીમા ડૂબી જવાથી 28 લાેકાેના માેત થયા છે. જે ખુબ જ ગંભીર બાબત છે. બે દિવસ પહેલા બગસરામા વાેકળામા તણાઇ જતા યુવકનુ માેત થયુ હતુ. તેના એક દિવસ અગાઉ સાવરકુંડલાના દિતલમા શેલ નદીમા યુવાન તણાઇ ગયાે હતાે. તારીખ 6/9ના રાેજ વડ નજીક ધાતરવડી નદીમા યુવાન ડૂબ્યાે હતાે. તા. 5/9ના રાેજ લાઠીના બાઇ દુધાળામા તળાવમા ડૂબતા બેના માેત થયા હતા. તા. 3/9ના રાેજ ગાવડકા નજીક શેત્રુજી નદીમા અમરેલીના બે યુવાન ડૂબ્યા હતા. તા. 2/9ના રાજુલામા ખાણમા ડૂબી જતા એકનુ માેત, તા. 1/9ના રાેજ ધારેશ્વર ચેકડેમમા ડૂબી જતા બેના માેત થયા હતા. આ ઉપરાંત અમરેલીના સાંગાડેરીમા નદી ઓળંગતા યુવાનનુ તણાઇ જવાથી માેત, સાવરકુંડલાના નેસડીમા પિતાજી નજર સામે બે સંતાન ડૂબી જવા, રાજુલાના ઉચૈયામા ચેકડેમમા યુવક ડૂબી ગયાે હતાે. વડીયામા સેલ્ફી લેતા યુવાનનાે પગ લપસતા નદીમા ડૂબ્યાે હતાે. અમરેલીમા ચેકડેમમા બે બાળકાે ડૂબી જતા માેત, સાજીયાવદરમા કેનાલમા પડતા યુવકનુ માેત, કંટાળામા ડેમમા પડી જતા મહિલાનુ માેત, ધારીના હિમખીમડીપરામા ઘુનામા ડુબી જતા બે બાળકાેના માેત, લાઠીના જરખીયામા નદીમા ડૂબતા યુવકના માેત જેવી ઘટના બની હતી.

અન્ય સમાચારો પણ છે...