તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચણાની ટેકાના ભાવે ખરીદી:16 દિવસમાં 6990 માંથી 3402 ખેડૂતો ચણા ખરીદી સેન્ટરે પહોંચ્યા

અમરેલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • માત્ર 50 મણ ખરીદી હોવાથી 3588 ખેડૂતોએ ખુલ્લા બજારમાં ચણા વેચી દીધા

અમરેલી જિલ્લામાં 9 સેન્ટર પર ટેકાના ભાવે ચણા ખરીદી ચાલી રહી છે. પુરવઠા તંત્રએ 16 દિવસમાં 6990 ખેડૂતોને ચણા ખરીદી માટે એસએમએસ કર્યા હતા. પણ ટેકામાં માત્ર 50 મણ ચણાની ખરીદી થતી હોવાથી 3588 ખેડૂતોએ ખુલ્લા બજારમાં ચણા વેચી દીધા હતા. જિલ્લામાં અત્યારે 3402 ખેડૂતોના 33125 કવિન્ટલ ચણાની ટેકાના ભાવે ખરીદી કરાય છે.ચૂંટણી સમયે સરકારે રૂપિયા 1020ના ટેકાના ભાવે ચણા ખરીદીની જાહેરાત કરી હતી.

પણ બાદમાં એક ખેડૂત દીઠ માત્ર 50 મણ ચણા ખરીદીનો નિર્ણય કર્યો છે. અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે ચણા ખરીદીમાં 53009 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.જિલ્લામાં પુરવઠા નિગમે 8 માર્ચથી 9 સેન્ટર પર ચણા ખરીદીનો પ્રારંભ કર્યો છે. અહીં 16 દિવસમાં અમરેલી, બાબરા, લાઠી, ધારી, ટીંબી, સાવરકુંડલા, ખાંભા, રાજુલા અને બગસરા સેન્ટર ખાતે 6990 ખેડૂતોને ચણા ખરીદીમાં બોલાવ્યા હતા. પણ ખેડૂતોને ઓછી ખરીદીમાં પરવડતું ન હોવાથી 3588 ખેડૂતો ખુલ્લા બજારમાં ચણા વેચી દીધા છે.

જિલ્લામાં 330 ખેડૂતોને નાણાં ચૂકવી દેવાયા
જિલ્લા પુરવઠા નિગમના અધિકારીએ જણાવ્યું હતું કે 9 સેન્ટર પર 330 ખેડૂતોને ચણા ખરીદીનું 1.65 કરોડનું ચુકવણું કરી દેવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો