ભાવ સાતમા આસમાને:અમરેલીમાં 15 દિવસમાં ટમેટાનો પ્રતિ કિલાેનાે ભાવ અઢી ગણાે વધ્યાે

અમરેલી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂપિયા 20માં વેચાતા ટમેટા રૂપિયા 50માં વેચાઇ રહ્યાં છે : ટમેટાની સ્થાનિક આવક બંધ

અમરેલીમાં ટમેટાનો ભાવ અત્યારે લોકોના હાજા ગગડાવી રહ્યો છે. પ્રથમ લીંબુના ભાવ સાતમા આસમાને પહોંચી ગયા હતા. ત્યારે હવે ટમેટાનો ભાવ પણ વધ્યો છે. અમરેલીમાં 15 દિવસમાં ટમેટાના પ્રતિ કિલાેના ભાવ અઢી ગણા વધ્યા હતા. જેના કારણે ગૃહિણીઓમાં કચવાટ જોવા મળ્યો હતો. શાકમાર્કેટમાં શાકભાજીનો વેપાર કરતા મુન્નાભાઈ મેતરે જણાવ્યું હતું કે અત્યારે માર્કેટમાં નાશીક, બેંગ્લોર, સંગમનેર સહિતના બહારના વિસ્તારમાંથી ટમેટાની આવક થઈ રહી છે. સ્થાનિક ટમેટાની આવક સદંતર બંધ થઈ છે.

જેના કારણે ટમેટાના ભાવમાં ધરખમ વધારો થયો છે. પહેલા પ્રતિ કિલાે ટમેટા રૂપિયા 20માં વેચાતા હતા. પરંતુ અત્યારે ટમેટા પ્રતિ કિલાે રૂપિયા 50માં વેચાઇ રહ્યા છે.આંતરરાજ્યમાંથી આવતા ટમેટા પર ખર્ચે વધી રહ્યો છે. પેટ્રોલ- ડીઝલના વધતા ભાવના કારણે વાહન ભાડામાં પણ વધારો થયો છે.

અમરેલીથી જિલ્લાના જુદા જુદા સેન્ટરો પર ટમેટા જઈ રહ્યા છે. જેના કારણે ખર્ચ વધી ગયો છે. અમરેલીમાં 15 દિવસમાં ટમેટાના ભાવમાં ધરખમ વધારો થતા ગૃહિણીઓમાં કચવાટ ફેલાયો હતો. શાકભાજીના વેપારીએ જણાવ્યું હતું કે ટમેટાના ભાવમાં પ્રતિ કિલાેમા ધરખમ વધારો થયો હતો. ટમેટા લોકોની જીવન જરૂરિયાત વસ્તુ છે. પણ વધતા ભાવના કારણે અત્યારે લોકો જોઇએ તેટલી જ ટમેટાની ખરીદી કરી રહ્યા છે. જેના કારણે ટમેટાની ખરીદીમાં ઘટાડો થયો છે.

અન્ય સમાચારો પણ છે...