તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૃષિ:જિલ્લામાં 13 દિવસમાં 49517 ખેડૂતોએ ટેકાના ભાવે ચણાનું રજીસ્ટ્રેશન કર્યું

અમરેલી23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઓણસાલ રવી સીઝનમાં 80, 204 હેક્ટરમાં ચણાનું વાવેતર કરાયું

અમરેલી જિલ્લામાં 13 દિવસમાં ટેકાના ભાવે ચણા ખરીદીમાં 49517 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જિલ્લામાં ઓણસાલ 172 ટકા વરસાદ પડતાં રવી સીઝનમાં 80204 હેકટરમાં ચણાનું વાવેતર નોંધાયું છે. આગામી 8 માર્ચથી 9 સેન્ટર પર ચણાની ખરીદી કરાશે અમરેલી જિલ્લામાં આ વર્ષે મેઘરાજાએ હેત વરસાવ્યું હતું. તેવા કુવા અને બોરમાં હજુ પણ પાણીનો જથ્થો સચવાયેલો છે. જેના કારણે ઓણસાલ જિલ્લાભરમાં 168390 હેકટરમાં રવી સીઝનમાં વાવેતર નોંધાયું હતું. જેમાં સૌથી વધુ 80204 હેકટરમાં ચણા વાવેતર થયું હતું.

તેવા સમયે રૂપિયા 1020ના ટેકાના ભાવે ચણા ખરીદીનું 1 ફેબ્રુઆરીથી રજીસ્ટ્રેશન શરૂ થયું હતું. જિલ્લાભરમાં 13 દિવસમાં 49517 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. હજુ પણ બે દિવસ સુધી ખેડૂતો ગામડાઓમાં વી.સી.ઇ મારફત નોંધણી કરાવી શકશે. આગામી 8 માર્ચથી 9 સેન્ટર પર ટેકાના ભાવે ચણા ખરીદીનો પ્રારંભ કરવામાં આવશે.આમ, જિલ્લાના ખેડૂતોને સારો ભાવ મળવાની આશા બંધાઇ છે.

ક્યાં તાલુકામાં કેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન ?

અમરેલી5853
કુંકાવાવ5485
ખાંભા5336
જાફરાબાદ1861
ધાર5600
બગસર621
બાબરા7639
રાજુલા3273
લાઠી1762
લીલીયા402
કુંડલા7685
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો