તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:રાજુલામાં વાવાઝોડામાં ક્ષતિગ્રસ્ત થયેલી કુમાર શાળાની તાત્કાલિક મરામત કરાવો

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાલી મંડળે નવું બિલ્ડીંગ બનાવવા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી

રાજુલાની કુમાર શાળા 1ના બિલ્ડીંગમાં વાવાઝોડા દરમિયાન નળિયા ઉડી ગયા હતા. હજુ સુધી તૂટેલા નળિયાને ઉતારવામાં આવ્યા નથી. આગામી સમયમાં શાળાઓ શરૂ થશે. ત્યારે બાળકો પર અકસ્માતનો ખતરો રહેશે. રાજુલા વાલી મંડળના અગ્રણીએ કુમાર શાળા 1માં નવું બિલ્ડીંગ બનાવવા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી હતી.

રાજુલા વાલી મંડળના અગ્રણી ચિરાગભાઇ જોષીએ જણાવ્યું હતું કે શહેરના ટાવર પાસે આવેલ કુમાર શાળા 1માં 500 ઉપરાંત વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળાનું મકાન 90 વર્ષ જૂનું છે. ગત વર્ષે શાળામાં નવા નળિયા લગાવવામાં આવ્યા હતા. પણ વાવાઝોડામાં મોટા ભાગના નળિયા તૂટી ગયા છે. અત્યારે વરસાદ પડે ત્યારે સીધુ પાણી શાળાના રૂમમાં આવે છે. પણ આજ દિન સુધી શાળાના બિલ્ડીંગમાં તૂટેલા નળિયાનું સમારકામ કરવામાં આવ્યું નથી.

આગામી સમયમાં શાળાઓ શરૂ કરવાની વિચારણા શિક્ષણ વિભાગ કરી રહ્યું છે. પરંતુ વાવાઝોડામાં તૂટેલા નળિયા પણ હજુ સુધી ઉતારવામાં આવ્યા નથી. જો શાળા શરૂ થશે. અને બાળકો શાળાએ અભ્યાસ માટે આવશે. ત્યારે તેમના પર તૂટેલા નળિયાના કારણે અકસ્માત થવાનો ખતરો ઉભો હશે. તેવા સમયે કુમાર શાળા 1માં નવું બિલ્ડીંગ બનાવવા વાલી મંડળની માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...