તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:મ્યુકરમાઇકોસીસની સારવારના ઇન્જેક્શન તાકીદે ઉપલબ્ધ કરાવો; ધારાસભ્ય પ્રતાપ દુધાતે મુખ્યમંત્રી સમક્ષ ઉઠાવી માંગ

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

લીલીયા સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપભાઇ દુધાતે મુખ્યમંત્રીને પત્ર પાઠવી મ્યુકરમાઇકોસીસના રોગચાળાએ પણ માથું ઉચક્યું છે ત્યારે તેની સારવારના જરૂરી ઇન્જેક્શન તમામ સરકારી હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવવામાં કરી છે. ધારાસભ્ય પ્રતાપ દુધાતે આજે મુખ્યમંત્રીને આ અંગે એક પત્ર પાઠવ્યો હતો. જેમાં તેણે જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોનાની સારવાર લેતા દર્દીઓમાં તાજેતરમાં મ્યુકર માઈકોસીસના કેસો મોટા પ્રમાણમાં સામે આવી રહ્યા છે.

શહેરી વિસ્તારની હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં આવા દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જેની સારવાર પણ ખર્ચાળ સાબિત થઇ રહી છે.આર્થિક રીતે પછાત નબળા અને ગરીબ વર્ગના લોકો તેની સારવાર લઈ શકે તે માટે સરકારે તમામ સરકારી હોસ્પિટલ, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તેની સારવાર માટેના જરૂરી ઇન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ કરાવવો જોઇએ.

જેના કારણે ગરીબ વર્ગના લોકો ખર્ચાળ સારવારના બદલે સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવાર લઈ શકે. મ્યુકર માઇકોસીસ બેકાબુ બને તે પહેલા સરકારે આગોતરું આયોજન કરી સરકારી હોસ્પિટલોમાં તેની સારવાર ઉપલબ્ધ કરાવવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...