કાર્યવાહી:અમરેલી નજીક ટ્રકમાં ગેરકાયદે થતી પશુઓની હેરાફેરી ઝડપાઇ

અમરેલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 12 પશુ, ટ્રક મળી 2.95 લાખનો મુદ્દામાલ કબજે લીધો

અમરેલીમા રાધેશ્યામ ચોકડી નજીકથી પોલીસે એક ટ્રકમા પશુઓની ગેરકાયદે હેરાફેરી ઝડપી લઇ બે શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે અહીથી 12 પશુઓ તેમજ ટ્રક મળી 2.95 લાખનો મુદામાલ કબજે લીધો હતો.જિલ્લામા પશુઓની કતલ અને ગેરકાયદે હેરાફેરી અટકાવવા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામા આવી રહી છે.

ત્યારે અમરેલી તાલુકા પોલીસે અહીથી પસાર થતો ટ્રક નંબર જીજે 04 એડબલ્યુ 1123ને અટકાવી તલાશી લેતા ટ્રકમા છ ભેંસ અને પાંચ પાડરૂ તેમજ એક ઘોડાને ટ્રકમા ઘાસચારા કે પાણીની સગવડ વગર ખીચોખીચ બાંધી રાખ્યા હોવાનુ સામે આવ્યું હતુ.પોલીસે ટ્રક ચાલક ઉમેશ ઉર્ફે લાલો દાનાભાઇ રાઠોડ અને વિશાલ ઉર્ફે અજય ચંદુભાઇ ગોઢાણીયા સામે અમરેલી તાલુકા પોલીસ મથકમા ગુનો નોંધ્યો હતો. પોલીસે અહીથી પશુઓ અને ટ્રક મળી કુલ રૂપિયા 2.95 લાખનો મુદામાલ કબજે લીધો હતો. બનાવની વધુ તપાસ એએસઆઇ એ.ટી.ચૌધરી ચલાવી રહ્યાં છે.આમ, લમ્પી વાઇરસને કારણે પશુની હેરાફેરી પર રોક લગાવી છતાં ગેરકાયદેસર હેરાફેરી થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...