ખનીજચોરી:બાબરામાંથી ગેરકાયદે 40 ટન રેતી ચાેરી ઝડપાઇ

અમરેલી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેતી અને ડમ્પર મળી 15 લાખનાે મુદ્દામાલ જપ્ત

અમરેલી જિલ્લામા રેતી ચાેરીનુ પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે પાેલીસે બાબરામાથી અેક ડમ્પરમા રેતી ચાેરી કરવામા આવી રહી હાેય ઝડપી પાડી હતી. પાેલીસે અહીથી 40 ટન રેતી અને ડમ્પર મળી 15 લાખનાે મુદામાલ કબજે લઇ બે શખ્સાે સામે ગુનાે નાેંધી ધાેરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. રેતી ચાેરી ઝડપાયાની આ ઘટના બાબરામા બની હતી.

પાેલીસે અહીથી પસાર થતા અેક ડમ્પરને અટકાવી તપાસ કરતા તેમા ભાેગાવાની રેતી 40 ટન ભરેલી હાેય પુછપરછ કરતા આ રેતી ગેરકાયદે કાેઇ રાેયલ્ટી વગર ચાેરી કર્યાનુ માલુમ પડયુ હતુ. જેને પગલે પાેલીસે વિરમ દેવાભાઇ લાેહ અને હરેશ ચાપરાજભાઇ બાેરીચા નામના શખ્સાે સામે ગુનાે નાેંધ્યાે હતાે. પાેલીસે અહીથી રેતી અને ડમ્પર મળી કુલ રૂપિયા 15 લાખનાે મુદામાલ કબજે લીધાે હતેા. બનાવની વધુ તપાસ હેડ કાેન્સ્ટેબલ કે.ડી.રાઠાેડ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...