ગુજરાત રાજ્ય સરકાર અને ગૃહ વિભાગ દ્વારા વ્યાજખોરો અને મિલ્કતો પચાવી પાડનારા લોકો સામે અભિયાન શરૂ કરતા રાજય ભરમાં 800 કરતા વધુ ફરિયાદો વ્યાજખોરો સામે નોંધાય છે વ્યાજના ચક્રમાંથી અનેક લોકોને પોલીસ દ્વારા મુક્ત કરાવ્યા છે ત્યારે અમરેલી એસપી હિમકર સિંહ,DYSP હરેશ વોરા દ્વારા સતત લોક દરબાર યોજી વ્યાજખોરો સામે અનેક ફરિયાદો દાખલ કરવામાં આવી છે અમરેલીથી લઈ તમામ તાલુકા મથકના શહેર અને ગામડા સુધી લોક દરબાર યોજી વ્યાજખોરો સામે પોલીસ દ્વારા અપીલ કરાય રહી છે રાજય સરકાર નું અભિયાન હવે 26 તારીખ એ પૂર્ણ થઈ રહ્યું છે પોલીસ કર્મચારીઓ અને પોલીસ ઓફિસરો દ્વારા વ્યાજખોરો સામે જન જાગૃતિ ફેલાવવા સૌવથી વધુ પ્રયાસ કર્યા ગામડામાં માયક મારફતે રિક્ષાઓ ફેરવી ચારે તરફ વ્યાજખોરો સામે અભિયાન છેડી સફળ બનાવ્યું હતું.
અમરેલીના DYSPએ ફરી અપીલ કરી
અમરેલીમાં સાવરકુંડલા ડીવીઝન DYSP હરેશ વોરા દ્વારા સોશ્યલ મીડિયાના માધ્યમથી ફરી ઓડિયો કલીપ ફોટો પોસ્ટરો મૂકી અંતિમ દિવસોમાં વ્યાજના ચક્ર માંથી લોકોને મુક્તિ આપવા માટે ફરીવાર અપીલ કરાય છે ડી.વાય એસ.પી હરેશ વોરાએ જણાવ્યું વ્યાજની રકમ અથવા કોઈ મિલ્કત લખાવી લીધી હોય તો તાત્કાલિક ફરિયાદ આપો ગમે તે ચમરબંધી હોય બીવાની જરૂર નથી પોલીસ સ્ટેશન ન જય શકતા હોય તો ડી.વાય.એસ.પી કચેરીએ મારો સીધો સંપર્ક કરી શકો છો કોઈના થી ડરવાની જરૂર નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.