તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંદોલનની ચિમકી:20મી સુધીમાં ખેતીવાડીમાં વીજળી નહીં મળે તો ધારાસભ્ય ધરણા કરશે

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુંડલા, લીલિયામાં તાઉતેના 29 દિવસ બાદ પણ ખેતીવાડીની લાઈનો બંધ
  • જિલ્લા કલેકટરને પત્ર પાઠવી આંદોલનની ચિમકી આપી

સાવરકુંડલા અને લીલીયામાં વાવાઝોડાના 29 દિવસ બાદ પણ વાડી વિસ્તારમાં વીજ પુરવઠો બંધ છે. 20મી સુધીમાં વીજપુરવઠો શરૂ કરવા ધારાસભ્ય પ્રતાપ દુધાતે જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી. અન્યથા ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા પર ઉતરવાની ચિમકી ઉચ્ચારી છે.

સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતે જિલ્લા કલેકટરને રજૂઆત કરતાં જણાવ્યું હતું કે વાવાઝોડાના કારણે સાવરકુંડલા અને લીલીયા તાલુકામાં પણ તમામ પ્રકારે મોટુ નુકશાન પહોંચ્યું છે. વાવાઝોડાના 29 દિવસ વીતવા છતાં આ વિસ્તારના ગામોમાં સંપૂર્ણ ખેતીવાડી વીજપુરવઠો કાર્યરત થયો નથી. ગામડામાં ખેતીવાડી વીજપોલ ઊભા કરવા, ટ્રાન્સફોર્મર લગાડવા અને વીજ કેબલ નાખવાની કામગીરી કરાઇ નથી.

જેના કારણે જગતનો તાત આજે તંત્રની કામગીરી સામે લાચાર બન્યો છે. લાઇટના અભાવે ખેડૂતો ચોમાસાની સીઝનની કામગીરી કરી શકતા નથી. 20 જૂન સુધીમાં આ વિસ્તારના ગામડામાં ખેતીવાડીમાં 100 ટકા વીજ પુરવઠો કાર્યરત નહી કરાય તો ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા પર ઉતરવાની ધારાસભ્ય પ્રતાપ દુધાતે ચિમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...