તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • If The Railway Department Does Not Respond To The Land Issue By 12 Noon On Thursday, There Is A Threat To Start Agitation On The Railway Tracks.

અંબરીશ ડેરનું અલ્ટીમેટમ:ગુરુવારે 12 વાગ્યા સુધીમાં જમીન મામલે રેલવે વિભાગનો જવાબ ના આવે તો રેલવે ટ્રેક પર આંદોલન શરૂ કરવાની ચીમકી

અમરેલી3 મહિનો પહેલા
  • રેલવેની જમીન મામલે ધારાસભ્યના ઉપવાસનો આજે નવમો દિવસ

અમરેલી જિલ્લાના રાજુલામાં રેલવેની જમીન મામલે આંદોલન હવે ઉગ્ર બનવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. રાજુલામાં આવેલી રેલવેની જમીન રાજુલા નગરપાલિકાન વિકાસ કાર્યો માટે મળે તે માટે ધારાસભ્ય અંબરીશ ડેર છેલ્લા 9 દિવસથી ઉપવાસ પર બેઠા છે. તેમ છતા તંત્ર દ્વારા કોઈ મચક ના અપાતા ધારાસભ્ય દ્વારા પોતાના આંદોલનને ઉગ્ર બનાવવાના સંકેત આપ્યા છે. આવતીકાલે બપોરે બાર વાગ્યા બાદ રેલવે ટ્રેક પર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે.

અમરેલી જિલ્લામાં આવેલા રાજુલા શહેરમાં 9 દિવસથી રેલવેની જમીન નગરપાલિકા ને સોંપી દેવાની માંગ સાથે ધારાસભ્ય અંબરીશ ડેર ઉપવાસ કરી રહ્યા છે. રેલવે સ્ટેશન બેસી ઉપવાસ કરી રહ્યા છે જેનો આજે 9 મો દિવસ થયો છે. નગરપાલિકાના સદસ્યો પ્રમુખ સહિતના લોકો પણ જોડાયા છે અને રેલવેની જમીન પાલિકાના ને ન સોપાય ત્યાં સુધી આ ઉપવાસ ચાલુ રાખવાની ધારાસભ્ય અંબરીશ ડેરે જાહેરાત કરી છે.

રેલવે પાસેથી જમીન મેળવ્યા બાદ નગરપાલિકાનું શુ આયોજન છે?રાજુલા નગરપાલિકા દાવો કરે છે આ જગ્યા રેલવેની પડતર છે તે મળી જવાથી રસ્તો પહોળો બનશે. ઉપરાંત આ રસ્તો ખુલો થશે સામે બગીચો,સાઇકલ ટ્રેક,ચિલ્ડ્રન પાર્ક બાળકો માટે રમતગમત સહિત નું આયોજન પાલિકા કરવા માટે રેલવે જમીન ની માંગણી કરી રહ્યા છે.

શહેરના લોકો શુ કહે છે?રાજુલા ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ બકુલ વોરા ને પૂછતા કહ્યું હતું કે, મેં તો અગાઉ સાંસદ ને પત્ર લખ્યો હતો. ધારાસભ્યની જે રજૂઆત છે તે સારી બાબત છે. હું આ માટે પહેલા જ રજૂઆત કરી ચૂક્યો છું.

પર્યાવરણ પ્રેમી વિપુલ લહેરી એ કહ્યું મને તો આ જગ્યા પર વૃક્ષો નું વાવેતર થાય તેમા રસ છે. આ જગ્યા પર દેશીકુળના વૃક્ષો વવાય તો ફરી રળિયામણું શહેર લાગશે મારી માંગણી પણ આવી છે અને તાજતેરમાં વાવાઝોડામાં વૃક્ષોનો નાશ થયો છે જો વૃક્ષો વવાય તો મને ગમશે બધા ને ગમશે.

વેપારી અગ્રણી બાબુભાઇ વાણીયાએ કહ્યું હતું કે, અહીં રેલવે સ્ટેશન શહેરમાં શરૂ કરવું જોઈએ બધા આગેવાનોએ દિલ્હી જઈ રજૂઆત કરવી જોઈએ અને તાત્કાલિક રેલવે સ્ટેશન ચાલુ કરવું જોઈએ. શહેરમાં રેલવે સ્ટેશન હોય તો બર્બટાણા 10 કિમી દૂર ધકો ન થાય અને શહેરમાંથી સીધી ટ્રેઇન મળી જાય.

આવતી કાલે કોંગ્રેસના 15 થી વધુ ધારાસભ્યો આવી શકે છેઆવતી કાલે ધારાસભ્ય અંબરીશ ડેરના સમર્થનમાં ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો સમર્થનમાં આવશે વિપક્ષ નેતા પરેશ ધાનાણી સાથે 15 થી વધુ ધારાસભ્યો બર્બટાણા રેલવે સ્ટેશન પોહચવાના છે. આંદોલન વધુ ઉગ્ર બને તેવી શકયતા મનાય છે.

રેલવે પોલીસ દ્વારા વધુ બંદોબસ્ત ગોઠવાશેહાલ ધારાસભ્ય ડેર ટ્રેક નજીક જ રેલવે સ્ટેશન પર ઉપવાસ કરી રહ્યા છે. આવતી કાલે ટ્રેક પર ઉપવાસની વાતને લઈ સ્થાનીક પોલીસ રેલવે પોલીસ એલર્ટ થઈ રહી છે. વહેલી સવારે રેલવે સ્ટેશન પોલીસ છાવણીમાં ફેરવાય શકે છે. ચીમકીના પગલે વધુ પોલીસ ફોર્સ પણ બોલાવવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...