માગ:અગર માટે ફાળવેલી જમીન સરકાર દાખલ નહી થાય તો આંદોલન કરાશે

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજુલા તાલુકાના નિંગાળામાં 7 વર્ષ પહેલા જમીન ફાળવાઇ હતી
  • 2015માં ફાળવેલી જમીન પર હજુ સુધી કોઇ જ કામ કરાયું નથી

રાજુલા તાલુકાના નિંગાળામા મીઠાના અગર માટે 2015મા ફાળવેલી જમીન પર કોઇ કામ થયુ ન હોય સરપંચે અહી શરતભંગ ગણી જમીન શ્રીસરકાર દાખલ કરવા માંગ કરી છે. રાજુલાના નિંગાળામા વર્ષ 2015મા લક્ષ્મીનારાયણ સોલ્ટ વર્કસને અહીના સર્વે નં 91/2 પૈકીની 500 ગુઠા જમીન મીઠાના અગર માટે આપવામા આવી હતી. અહી હજુ સુધી કોઇપણ જાતનુ બાંધકામ, માટીકામ કે પાળાઓ પણ કરવામા આવ્યા નથી. જેના કારણે શરતભંગ થઇ રહ્યો હોય ગામના સરપંચ હરસુરભાઇ લાખણોત્રાએ આ માંગ ઉઠાવી છે.

તેમણે જણાવ્યું હતુ કે અહી હવે થોડા સમયમા બાંધકામ શરૂ થશે. જેના કારણે ગામનો પાણીનો નિકાલ પણ બંધ થશે. અને પરિણામે અહીની ફળદ્રુપ જમીનને નુકશાન થશે. તેમણે જો આ જમીન શ્રીસરકાર દાખલ નહી કરાય તો આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે.આમ, સમયસર કામ કરવામાં આવે તો અનેક અગરિયાઓને ફાયદો થશે.

અન્ય સમાચારો પણ છે...