તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • If The Driver Who Caused The Accident In Amreli Had Stopped The Truck Instead Of Fleeing, Six Lives Would Have Been Saved, The Death Toll From One Mistake To 2 To 8

ચોંકાવનારો ઘટસ્ફોટ:અમરેલીમાં અકસ્માત સર્જનાર ડ્રાઇવરે ભાગવાને બદલે ટ્રક થંભાવી દીધી હોત તો છ જિંદગી બચી જાત, એક ભૂલને કારણે મૃત્યુઆંક 2થી 8નો થયો

અમરેલી2 મહિનો પહેલા
 • રોંગ સાઈડમાં ટ્રક ચલાવી અકસ્માત સર્જ્યો હોવાની વિગતો સામે આવી
 • અકસ્માતની ઘટનામાં કુલ 8 લોકોનાં મોત, 2 લોકોની હાલત ગંભીર
 • પોલીસે ડ્રાઈવર સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધ્યો

અમરેલીના સાવરકુંડલા તાલુકાના બાઢડા પાસે ગમખ્વાર અકસ્માત સર્જી 8 નિર્દોષ લોકોને મૃત્યુના મુખમાં ધકેલનાર ટ્રક ડ્રાઈવરને પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસની તપાસમાં અકસ્માત સર્જનાર ટ્રક રોંગ સાઈડમાં ચાલતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. સૌથી ચોંકાવનારી બાબતે એ છે કે ટ્રકચાલકે બે લોકોને અડફેટે લેતાં જ આસપાસના લોકોએ દેકારો મચાવ્યો હતો. જો આ સમયે ટ્રકચાલકે પોતાની ટ્રક થંભાવી દીધી હોત તો થોડે દૂર સૂતેલા 6 લોકો બચી ગયા હોત, પરંતુ ટ્રકચાલકે પોતાની ટ્રક રોકવાને બદલે ભાગવાનો પ્રયાસ કરતાં બે લોકો પછી વધુ 6 લોકો પર ટ્રક ફેરવી દીધી હતી, જેને કારણે અકસ્માતમાં કુલ મૃત્યુઆંક 8 પર પહોંચી ચૂક્યો છે.

ટ્રકચાલક સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધાયો
અકસ્માત સર્જનાર ટ્રકડ્રાઈવર પ્રવીણ પરમારની પોલીસે ધરપકડ કરી લીધી છે. બાઢડા ગામ પાસે 8 લોકો પર ટ્રક ફેરવી દીધા બાદ ટ્રકચાલક ત્યાંથી નાસી છૂટ્યો હતો. જોકે આગળ જતાં એક દીવાલ સાથે ટ્રક અથડાતાં તે ભાગી શક્યો ન હતો. આ સમયે પેટ્રોલિંગમાં રહેલી પોલીસ ત્યાં પહોંચી હતી અને ડ્રાઈવરને ઝડપી પાડ્યો હતો. પોતાની ટ્રક રોંગ સાઈડમાં ચલાવી ડ્રાઈવર જાણતો હોવા છતાં એ થંભાવી દેવાને બદલે ઊંઘી રહેલા લોકો પર ચડાવી દીધી હતી, જેને કારણે પોલીસે ડ્રાઈવર સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માતમાં એક જ પરિવારના 4 લોકો સહિત કુલ 8નાં મોત
બાઢડા ગામના રેલવે-ફાટક પાસે સર્જાયેલા અકસ્માતમાં એક જ પરિવારના ચાર સહિત કુલ 8 લોકોનાં મોત નીપજ્યાં છે તો બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

મૃતકોનાં નામની યાદી

 1. વિરમભાઈ છગનભાઇ રાઠોડ
 2. નરશીભાઈ વસનભાઈ સાંખલા
 3. નવઘણભાઈ વસનભાઈ સાંખલા
 4. હેમરાજભાઈ રધાભાઈ સોલંકી
 5. લક્ષ્મીબેન હેમરાજભાઈ સાખલા
 6. શુકનબેન હેમરાજભાઈ સાખલા
 7. પૂજાબેન હેમરાજભાઈ સાખલા
 8. લાલાભાઈ ઉર્ફે દાદુભાઈ ડાયાભાઇ રાઠોડ

ઈજાગ્રસ્ત લોકોનાં નામની યાદી

 1. લાલાભાઈ હેમરાજભાઈ સોલંકી
 2. ગીલીભાઈ હેમરાજભાઈ સોલંકી