માંગ:ધાતરવડી-1 ડેમમાં 5 ફૂટનું આરસીસી સ્ટ્રકચર વધારાય તો ડેમની સંગ્રહ ક્ષમતા વધારી શકાય

અમરેલી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 15 વર્ષ પહેલા લગાવેલા 5 ફૂટના ફયુઝ ગેઇટ પડી ગયા બાદ ફરી લગાવાયા નથી

અમરેલી જિલ્લામા આમપણ સિંચાઇની સુવિધા નામ માત્રની છે. ત્યારે ધાતરવડી-1 ડેમમાથી 13 ગામમા સિંચાઇ માટે પાણી અપાય છે. આ ડેમમા પાંચ ફુટ વધુ પાણી ભરી શકાય તેમ છે. પરંતુ તંત્ર દ્વારા તે દિશામા કોઇ કાર્યવાહી કરાતી નથી. ધાતરવડી-1 ડેમ સરકાર દ્વારા રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક 1972મા બનાવવામા આવ્યો હતો. આ ડેમમાથી રાજુલા અને જાફરાબાદ શહેરને પીવાનુ પાણી પુરૂ પાડવામા આવે છે. આ ઉપરાંત 13 ગામના ખેડૂતોને સિંચાઇ માટે પણ પાણી આપવામા આવે છે.

જે તે સમયે જ આ ડેમની ડિઝાઇન એવી બનાવાઇ હતી કે તેના પર પાંચ ફુટની ઉંચાઇના ફયુઝ ગેઇટ લગાવવામા આવે તો ડેમની સંગ્રહ ક્ષમતા વધારી શકાય. દોઢ દાયકા પહેલા ડેમ પર ફયુઝ ગેઇટ લગાવવામા પણ આવ્યા હતા. પરંતુ ભારે વરસાદના કારણે આ ફયુઝ ગેઇટ ધરાશાયી થયા હતા.

ત્યારબાદ અહી ફરી કયારેય ફયુઝ ગેઇટ લગાવાયા નથી. હવે અહી ફયુઝ ગેઇટના બદલે જો પાંચ ફુટનુ આરસીસી સ્ટ્રકચર જ વધારી દેવામા આવે તો નિયમીત રીતે વધુ પાણી સંગ્રહ થઇ શકે તેમ છે. વળી સરકારને આ માટે કોઇ વધારાની જમીન સંપાદીત કરવી પડે તેમ નથી. જેથી આ ડેમની સંગ્રહ ક્ષમતા વધારવા માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...