તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઠગાઈ:માેટું વિઘ્ન અને સંકટ દુર કરવાનું કહી નાણા ખંખેરતી ટાેળકી ઝડપાઇ

અમરેલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • કાઠમાના યુવક પાસેથી 2.30 લાખ રૂપિયા પડાવી લીધા હતા

અમરેલીના કાઠમા ગામે રહેતા જાદવભાઇ સામતભાઇ સાેલંકી ભાગવી રાખેલ વાડીઅે હતા ત્યારે કારમા સાધુ વેશે અાવેલા ચાર શખ્સાેઅે તારે માેટુ વિઘ્ન અાવશે અને પુત્રનુ માેત થશે તેમ કહી વિધી કરાવવાના બહાને ચાેટીલા નજીક લઇ ગયા હતા. બાદમા હવન કરાવવાે પડશે કહી અા યુવક પાસેથી રૂપિયા 2.30 લાખ પડાવી લીધા હતા. અા ઉપરાંત અા શખ્સાેઅે વિધી ફેઇલ થઇ છે તેમ કહી બીજી વિધી કરાવવા વધુ ત્રણ લાખ થશે તેમ કહ્યું હતુ. જાે કે જાદવભાઇઅે તેના સગા સંબંધીઅાેને વાત કરતા તેઅાે સાથે છેતરપીંડી થઇ રહી હાેવાનુ ભાન થયુ હતુ.

જેને પગલે જાદવભાઇઅે અમરેલી તાલુકા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી હતી. જિલ્લા પાેલીસવડા નિર્લિપ્ત રાયની સુચનાથી તાલુકા પાેલીસ મથકના પીઅેસઅાઇ પી.બી.લક્કડ અને ટીમે અા શખ્સાેની શાેધખાેળ અાદરી હતી. પાેલીસને લાઠી બાયપાસ નજીકથી રાજકાેટના પારેવડામા રહેતાે રતનનાથ ભાટ્ટી, ભેાજપરામા રહેતાે બબાનાથ બાંભણીયા નામના શખ્સાેને દબાેચી લીધા હતા. પાેલીસ પુછપરછમા હનુનાથ સુરમનાથ પરમાર અને સલમાન નાથ બબાનાથ બાંભણીયાના નામ પણ ખુલતા પાેલીસે અા શખ્સાેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. પાેલીસે બંને પાસેથી રાેકડ, માેબાઇલ સહિત રૂપિયા 2,33,200નાે મુદામાલ કબજે લીધાે હતાે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો