ટ્વીટરના માધ્યમથી વિવિઘ વિષયો પર બેબાકપણે વિચારો વ્યકત કરનાર અમરેલી ભાજપના નેતા ડો. કાનાબારે આજે કરેલા એક ટ્વિટમાં વિવાદિત ટીપ્પણી કરી છે. શ્રમિક મહિલા સાથેની તસવીર શેર કરી ડો. કાનાબારે ટીપ્પણી કરતા લખ્યું છે કે, જયશ્રી રામનો નારો, હનુમાન ચાલીસાના પાઠ કે મસ્જિદની અઝાનથી આવા લોકોનું દર્દ ઓછુ ન થાય.
શ્રમિક મહિલાની તસવીર સાથે ટ્વિટ કર્યું
ભાજપના નેતા ડો. ભરત કાનાબારે આજે કરેલા ટ્વિટમાં એક શ્રમિક મહિલાની તસવીર સાથે ટીપ્પણી કરવામાં આવી છે. જેમાં ડો. કાનાબારે લખ્યું છે કે, પીઠ પાછળ પોતાના બાળકને બાંધી બળબળતી લૂમા માથે વજન ઊંચકી મજૂરી કરતી સ્ત્રીનું દૃશ્ય તમને હચમચાવી નાખતું ના હોય તો નિત્ય મંદિર, પૂજાપાઠ કે નમાજ બધાનો સરવાળો શૂન્ય છે. જયશ્રી રામના નારા કે હનુમાન ચાલીસાના પાઠ કે મસ્જિદની અઝાનથી આવા લાચાર લોકોનું દર્દ ઓછું ન થાય.
વડાપ્રધાનને ટેગ કરી ટીપ્પણી કરી
અમરેલી ભાજપના પૂર્વ પ્રમુખ ડો. ભરત કાનાબારને નરેન્દ્ર મોદી ટ્વીટર પર ફોલો કરે છે. કાનાબારે આજે કરેલી ટ્વીટમાં પણ પ્રધાનમંત્રીને ટેગ કર્યા છે.ડો.ભરત કાનાબાર અગાવ ભ્રષ્ટાચારી લોકો સામે પણ ટ્વીટ કરી ચુક્યા છે. રોડ રસ્તા અને ગાબડા મુદ્દે રાજયભરમાં ભ્રષ્ટાચારી કટકીબાજ કોન્ટ્રાકટરોને સંબંધી થોડા ટાઈમ પહેલા ટ્વીટ કર્યું હતું. ત્યારબાદ તાજેતરમાં હમણાં ભ્રષ્ટાચારી કેટલાક સરપંચો ઉપર પણ નિશાન સાધ્યું હતું. છેલ્લા કેટલાક દિવસોથી ડો. કાનાબાર પક્ષાપક્ષીથી દૂર રહી ટવીટરના માધ્યમથી ખુલ્લીને પોતાના વિચારો રજૂ કરી રહ્યા છે.
ભ્રષ્ટ લોકેસેવકોની ટોળકીને 'ટુકડે-ટુકડે' ગેંગ ગણાવી હતી
ડો. કાનાબારે થોડા મહિના પહેલા નબળા રસ્તાના કામ અંગે એક ટ્વિટ કરી કટકીબાજ કોન્ટ્રાકટરો અને ભ્રષ્ટ લોકસેવકોને આડેહાથ લીધા હતા. એક બે ચોમાસામાં જ રસ્તાના ટુકડા થઈ જાય તેવા નબળા રોડ બનાવતા લેભાગુ કોન્ટ્રાકટરો, કટકીબાજ અધિકારીઓ અને કેટલાક ભ્રષ્ટ લોકસેવકોની ટોળકી જ ખરા અર્થમાં 'ટુકડે ટુકડે' ગેંગ ગણાવી હતી.ન્યાયધીશોની જગ્યાઓને લઈ સવાલ ઉઠાવ્યા હતાડો. ભરત કાનાબારે 25 ઓક્ટોબરે દેશની વિવિધ કોર્ટમાં પેન્ડિંગ રહેલા કેસ અને ખાલી પડેલી ન્યાયધીશોની જગ્યાઓને લઈ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે એક ટ્વીટ કરી દેશની વિવિધ કોર્ટમાં પેન્ડિંગ રહેલા કેસના આંકડાઓ જાહેર કર્યા હતા, સાથે લખ્યું હતું કે જો દેશમાં નવો કેસ ના નોંધાયો તોપણ જે પેન્ડિંગ કેસ છે એના નિકાલ માટે 360 વર્ષ લાગી જાય. ડો. કાનાબારે ટ્વીટ કરી પ્રધાનમંત્રી મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ તથા કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીને ટેગ કર્યા હતા. ડો. કાનાબાર ભાજપના નેતા હોવા છતાં આ પહેલાં વિવિધ મુદ્દે ટ્વીટ કરી રાજ્ય અને કેન્દ્ર સરકાર સામે સવાલ ઉઠાવી ચૂક્યા છે.
ન્યાયધીશોની જગ્યાઓને લઈ સવાલ ઉઠાવ્યા હતા
ડો. ભરત કાનાબારે 25 ઓક્ટોબરે દેશની વિવિધ કોર્ટમાં પેન્ડિંગ રહેલા કેસ અને ખાલી પડેલી ન્યાયધીશોની જગ્યાઓને લઈ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે એક ટ્વીટ કરી દેશની વિવિધ કોર્ટમાં પેન્ડિંગ રહેલા કેસના આંકડાઓ જાહેર કર્યા હતા, સાથે લખ્યું હતું કે જો દેશમાં નવો કેસ ના નોંધાયો તોપણ જે પેન્ડિંગ કેસ છે એના નિકાલ માટે 360 વર્ષ લાગી જાય. ડો. કાનાબારે ટ્વીટ કરી પ્રધાનમંત્રી મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ તથા કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીને ટેગ કર્યા હતા. ડો. કાનાબાર ભાજપના નેતા હોવા છતાં આ પહેલાં વિવિધ મુદ્દે ટ્વીટ કરી રાજ્ય અને કેન્દ્ર સરકાર સામે સવાલ ઉઠાવી ચૂક્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.