ક્રાઇમ:ઉછીના રૂપિયા આપવાની ના પાડતા મહિલાને ધક્કો મારી ઇજા પહોંચાડી

અમરેલી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બગસરામા હુડકાે કાેલાેનીમા રહેતા એક મહિલાએ ઉછીના પૈસા આપવાની ના પાડતા અહી જ રહેતા એક શખ્સે તેમને ગાળાે આપી ધક્કાે મારી પછાડી દઇ ઇજા પહાેંચાડતા તેમણે આ બારામા બગસરા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

મહિલાને ઇજા પહાેંચાડયાની આ ઘટના બગસરામા બની હતી. અહી હુડકાે કાેલાેનીમા રહેતા ઇન્દુબેન મહેશભાઇ કહાેર (ઉ.વ.28) નામના મહિલાએ બગસરા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ પાેતાની પુત્રી સાથે ઘરે હતા ત્યારે અકીમ નજુભાઇ ગાેંડલીયા નામનાે શખ્સ તેના ઘરે આવ્યાે હતાે અને ઉછીના પૈસા માંગ્યા હતા. જાે કે તેમણે ઉછીના પૈસા આપવાની ના પાડી હતી.

આ મુદે આ શખ્સ ઉશ્કેરાઇ ગયાે હતાે અને મહિલાને ધક્કાે મારી પછાડી દીધા હતા. આ દરમિયાન તેમની પુત્રી ભાગવા જતા તેને માથામા ઇજા પહાેંચી હતી. ઝઘડાે કરી આ શખ્સ નાસી છુટયાે હતાે.

બનાવ અંગે એએસઆઇ એ.યુ.પઠાણ આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...