તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપની મિટીંગ:અમરેલીમાં આપની મિટીંગ મળી, સારા બેકગ્રાઉન્ડવાળા લોકોને જ પક્ષમાં પ્રવેશ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
શહેરના સર્કીટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટી મિટિંગ યોજવામાં આવી. - Divya Bhaskar
શહેરના સર્કીટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટી મિટિંગ યોજવામાં આવી.
  • પ્રદેશ પ્રભારીએ સંગઠન મજબૂત કરવા, ઉત્સાહથી કામ કરવા કાર્યકર્તાઓને સુચના આપી

અમરેલીમાં સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઇ સોરઠીયા અને પ્રદેશ પ્રભારી ગુલાબસિહ યાદવના અધ્યક્ષ સ્થાને મીટીંગ મળી હતી. જિલ્લામાં સારા બેકગ્રાઉન્ડવાળા લોકોને જ પક્ષમાં લેવા પ્રદેશ પ્રભારીએ તાકીદ કરી હતી. તેમજ સંગઠન મજબૂત બનાવવા અને ઉત્સાહભેર કામગીરી કરવા કાર્યકર્તાઓને સૂચના આપી હતી. રાજ્યમાં આમ આદમી પાર્ટીનો પ્રવેશ થયો ત્યારથી જ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

અમરેલી જિલ્લામાં પણ રાજકીય હિલચાલ વધી છે. સૂત્રો તરફથી જાણવા મળ્યું હતું કે આમ આદમી પાર્ટીના સંપર્કમાં ભાજપ અને કોંગ્રેસના અનેક નેતાઓ છે. ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી અને પ્રદેશ પ્રભારીના અધ્યક્ષ સ્થાને અમરેલીમાં તાલુકા પ્રમુખની બેઠક મળી હતી. મહામંત્રી મનોજભાઇ સોરઠીયાએ જણાવ્યું હતું કે અત્યારે ભાજપ અને કોંગ્રેસમાંથી લોકો આમ આદમી પાર્ટીમાં જોડાવા માંગી રહ્યા છે.

પણ સાર બેકગ્રાઉન્ડવાળા લોકોને જ પક્ષમાં પ્રવેશ મળશે. પ્રદેશ પ્રભારીએ અમરેલીના તાલુકા પ્રમુખોને સંગઠન મજબૂત કરવા અને ઉત્સાહ સાથે કામ કરવા સૂચનાઓ આપી હતી. અમરેલીમાં આમ આદમી પાર્ટીની બેઠકમાં શહેર પ્રમુખ ભાર્ગવ મહેતા અને તાલુકા પ્રમુખ નિકુંજ સાવલીયા સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...