તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:બિમાર હોવાથી મે લગ્ન નથી કર્યા, ભાભી ઝઘડો કરે છે તેને સમજાવો

અમરેલી19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 181 ટીમ દ્વારા વધુ એક પરિવારના સભ્યો વચ્ચેનો કલેશ દુર કરાયો
 • ધારીમાં 181 ટીમે ભાભીને જવાબદારી સમજાવી નણંદ સાથે સુલેહ કરાવી

ધારી તાલુકાના એક ગામમાં યુવતી બિમાર હોવાથી લગ્ન કર્યા ન હતા. જેના કારણે 40 વર્ષીય યુવતી સાથે તેમના ભાભી જગડો કરતા હતા. અહીં યુવતીએ 181ની મદદ મેળવી હતી. જેના કારણે મહિલા હેલ્પ લાઇન 181ની ટીમે ભાભીને પોતાની જવાબદારી સમજાવી હતી અને ભાભી - નણંદ વચ્ચે સુલેહ કરાવી હતી.

ધારીના એક ગામમાંથી મહિલા હેલ્પ લાઇન 181ને 40 વર્ષીય યુવતીએ ફોન કરી જણાવ્યું હતું કે હું બીમાર હોવાથી લગ્ન કર્યા નથી. જેના કારણે મારી ભાભી મારી સાથે જગડો કરે છે. યુવતીએ મદદ માંગતા 181ની ટીમે સ્થળ પર જઈ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે યુવતીને પેટનો દુઃખાવો હોય અને તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેના કારણે યુવતી સંપૂર્ણ સ્વસ્થ ન હતી. જેના કારણે લગ્ન કર્યા ન હતા.

યુવતી તેમની માતા અને ભાઈ સાથે જીવન વિતાવી રહી હતી. તેમનો નાનો ભાઈ બાજુમાં રહે છે. પરંતુ 40 વર્ષીય યુવતી સાથે તેમની ભાભી કોઈને કોઈ કારણે જગડો કરે છે. જેના કારણે 181એ યુવતીના ભાભીને તેમની જવાબદારી સમજાવી ભાભી અને નણંદ વચ્ચે સુલેહ કરાવી હતી. આમ, ટીમ દ્વારા પરિવારના સભ્યો વચ્ચેનો કલેશ દુર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો