ફરિયાદ:ચલાલામાં પતિના ત્રાસથી પત્નીએ બે પુત્રી સાથે સળગી જઇ કર્યાે"તાે આપઘાત

અમરેલી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દસ વર્ષ રીસામણે રહેલી પત્ની આઠ દિવસ પહેલા જ સાસરે આવી હતી

ચલાલાના મીઠાપુર ડુંગરીમા ગઇકાલે એક પરિણિતા અને તેની બે પુત્રીનુ દાઝી જતા માેત થયા બાદ આ મહિલાની માતાએ પાેતાના જમાઇ સામે તેને સતત ત્રાસ દઇ મરી જવા મજબુર કરવા સબબ પાેલીસ ફરિયાદ નાેંધાવી છે.

મુળ સાવરકુંડલા તાલુકાના માેટા જીંજુડા ગામના અને હાલમા સાવરકુંડલામા સન્યાસ આશ્રમમા રહેતા હંસાબેન કેશુદાસભાઇ નિમાવતે પાેતાની પુત્રીને મરી જવા મજબુર કરવા સબબ ચલાલાના મીઠાપુર ડુંગરી ગામે રહેતા અને લાેટ દળવાની ઘંટી ચલાવતા જમાઇ ભરત મંછારામ દેવમુરારી સામે ફરિયાદ નાેંધાવી છે. ભરતની પત્ની સાેનલબેન તથા બે પુત્રી હેતાલી (ઉ.વ.15) અને પુત્રી (ઉ.વ.3) માસનુ ગઇકાલે સળગી જતા માેત થયુ હતુ. હંસાબેને ફરિયાદમા જણાવ્યું હતુ કે તેની પુત્રીને પતિ સતત ત્રાસ ગુજારતાે હતાે.

પતિના કંકાસથી અગાઉ સાેનલબેન દસ વર્ષ સુધી રીસામણે રહ્યાં હતા. અને તેમણે અદાલતમા ભરણપાેષણનાે કેસ પણ કર્યાે હતાે. એકાદ વર્ષ ભરણપાેષણ આપ્યુ હતુ. બાદમા ભરણપાેષણ આપવુ ન પડે તે માટે પાંચેક વર્ષ પહેલા તે સાેનલબેનને તેડી ગયાે હતાે. સાેનલબેનને પતિ તથા સાસુ પીયરમાથી નાની માેટી વસ્તુઓ લાવવા દબાણ કરી ત્રાસ ગુજારતા હતા. બે વર્ષ પહેલા સાસુનુ માેત થયુ હતુ. જયારે બીજી પુત્રીની પ્રસુતિ માટે સાેનલબેન હાલમા પીયરમા હતા અને આઠ દિવસ પહેલા જ પતિ પાસે પરત ગયા હતા. કંકાસના કારણે તેણે અગ્નિસ્નાન કર્યુ હતુ. જેને બચાવવા જતા પુત્રી હેતાલીનુ પણ માેત થયુ હતુ. જયારે ત્રણ માસની માસુમ બાળકીનુ ઘાેડીયામા જ ગુંગળાઇ જતા માેત થયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...