સમસ્યા:તને રસોઇ બનાવતા આવડતું નથી કહી પતિએ ધમકી આપી

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સાસરિયાઓએ દુ:ખત્રાસ ગુજારતા પોલીસમાં રાવ

અમરેલીમા રહેતી એક મહિલાને તેના પતિ સહિત સાસરીયાઓએ તને રસોઇ બનાવતા આવડતુ નથી કહી દુખત્રાસ ગુજાર્યો હતો. આ ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા અમરેલી તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

મહિલાને ત્રાસની આ ઘટના અમરેલીમા બની હતી. અહી રહેતા રંજનબેન ભીખુભાઇ બુંધેલીયા (ઉ.વ.37) નામની મહિલાએ અમરેલી તાલુકા પોલીસ મથકમા નોંધાવેલી ફરીયાદમા જણાવ્યું હતુ કે તેઓ લગ્ન બાદ સંયુકત કુટુંબમા ભેગા રહેતા હોય પતિ ભીખુભાઇ, સસરા લખમણભાઇ, સાસુ સવિતાબેન, બીપીનભાઇ, કાજલબેન વિગેરેએ તને રસોઇ બનાવતા આવડતુ નથી કહી દુખત્રાસ ગુજાર્યો હતો. આ ઉપરાંત પતિ અવારનવાર મારકુટ કરતો હોય તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...