પેાલીસ ફરિયાદ:અમરેલીમાં ચારિત્ર્ય પર શંકા કરી પતિનો પત્ની પર છરી વડે ખુની હુમલો

અમરેલી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમરેલીમાં પતિએ ઉશ્કેરાઇ જઇ મોબાઇલ તોડી નાખી ગાળો આપી

મુળ મહારાષ્ટ્રના અને હાલ અમરેલીમા સરદારનગર શેરી નં-4મા રહેતા એક મહિલાને ગત મોડીરાત્રીના તેના પતિએ ચારિત્ર્ય પર શંકા રાખી છરીના ત્રણ ઘા ઝીંકી ખુની હુમલો કરતા તેને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. આ બારામા તેણે અમરેલી સીટી પેાલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, મહિલા પર છરી વડે ખુની હુમલાની આ ઘટના અમરેલીમા ગત મોડી રાત્રીના બે વાગ્યે બની હતી. મુળ મહારાષ્ટ્રના હંતોડામા અને હાલ અહીના સરદારનગરમા રહેતા રમાબેન નવનીતભાઇ આઠવલે (ઉ.વ.27) નામના મહિલાએ અમરેલી સીટી પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે ગત રાત્રીના સાડા આઠેક વાગ્યે તેના પતિ નવનીતે ચારિત્ર્ય પર શંકા કરી મોબાઇલ લાદીમા ફેંકી તોડી નાખ્યો હતો. અને લાફા ઝીંકયા હતા.

તેઓ રાત્રીના બે વાગ્યે પાણી પીવા ઉભા થયા ત્યારે નવનીતે તને પતાવી દેવી છે કહી છરીના ત્રણ ઘા ઝીંકયા હતા. જેને પગલે મહિલાને સારવાર માટે દવાખાને ખસેડવામા આવી છે. બનાવની વધુ તપાસ ઇન્ચાર્જ પીઆઇ એમ.એ.મોરી ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...