તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:અમરેલીના વડીયામાં પતિએ પત્નીને કોંસનો ઘા મારી મોતને ઘાટ ઉતારી, પેટ્રોલ છાંટી મૃતદેહ સળગાવવા જતા પોતે પણ દાઝ્યો

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમરેલીના વડીયામાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારતા મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો - Divya Bhaskar
અમરેલીના વડીયામાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારતા મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો
  • પત્ની પતિથી અલગ પુત્રના ઘરે રહેતી હતી, ઘઉં લેવા બાબતે માથાકૂટ થતા બનાવ હત્યા સુધી પહોંચ્યો

અમરેલીના વડીયામાં ગત રાત્રે બીજલ વાઘેલાએ પત્ની સાકરબેનને કોંસનો ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. બાદમાં સાકરબેનના મૃતદેહ પર પેટ્રોલ છાંટી દિવાસળી ચાંપતા પોતે પણ દાઝ્યો હતો. આથી બીજલને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી આવી હતી અને સાકરબેનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.

સાકરબેન પતિથી અલગ પુત્રના ઘરે રહેતા હતા
બીજલ તેની પત્ની સાકરબેન અને પુત્ર બાવુ વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયો હતો. બાદમાં ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. આ દરમિયાન પતિ બીજલ ઉશ્કેરાઈ ગયો હતો અને પત્ની સાકરબેનના કાન ઉપર લોખંડના કોસનો એક ઘા ઝીંકી દેતા તેનુ ઘટનાસ્થળે જ મોત થયુ હતું. ત્યારબાદ પતિ બીજલે તેના પત્નીનો મૃતદેહ પર પેટ્રોલ છાંટીને સળગાવ્યો હતો. આ દરમિયાન તે દાઝી જતા તેને પણ સારવાર માટે હોસ્પિટલમા ખસેડાયો હતો.

બીજલ પત્ની પાસે ઘઉં લેવા ગયો હતો અને માથાકૂટ થઈ
આ બનાવ અંગે મૃતક સાકરબેનના પુત્ર બાવુએ પિતા બિજલ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બીજલ તેની પત્ની સાકરબેન પાસે ઘઉં લેવા ગયો હતો અને ત્રણેય વચ્ચે માથાકૂટ થઈ હતી. બાદમાં બીજલે તેની પત્ની સાકરબેનને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

પતિ-પત્ની વચ્ચે વિખવાદ થતાં બંને જુદા રહેતા હતા
વડિયાના મફતપરા વિસ્તારમાં ચારણીયા રોડ બપોરના સમયે બની હતી. જ્યાં બીજલભાઇ ભગાભાઈ વાઘેલા નામના 70 વર્ષીય વૃદ્ધે પોતાના દંગાની બાજુમાં જ રહેતી પુત્ર સાથે અલગ રહેતી પત્ની સાકરબેન ( ઉ. વ. 65)ની ઘાતકી હત્યા કરી નાખી હતી. પતિ-પત્ની વચ્ચે વિખવાદ થતાં બંને જુદા રહેતા હતા. સાકરબેન પોતાના નાના પુત્ર સાથે પતિથી અલગ બાજુમાં જ રહેતા હતા. બપોરના સમયે બીજલભાઇ પત્નીના ઘરે ઘઉં લેવા માટે ગયા હતા જ્યાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.

બનાવને પગલે મૃતક સાકરબેનના પુત્ર બાવુભાઈએ તેના પિતા સામે વડીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
બોલાચાલીના પગલે ઉશ્કેરાયેલા પતિએ પત્નીના માથામાં કોશનો ઘા ઝીંકી દીધો હતો.જેના પગલે સાકરબેનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. સાકરબેનની હત્યા બાદ તેમની લાશ પર બીજલભાઇએ પેટ્રોલ છાંટી હતું અને બાદમાં લાશને આગ ચાંપી દીધી હતી. લાશ સગાવતી વખતે બીજલભાઇ પણ ગંભીર રીતે દાઝી ગયા હતા.જેને પગલે તેને સારવાર માટે પ્રથમ વડીયા દવાખાને બાદમાં જેતપુર દવાખાને અને અંતે જુનાગઢ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. બનાવને પગલે મૃતક સાકરબેનના પુત્ર બાવુભાઈએ તેના પિતા સામે વડીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ઘરમાં પેટ્રોલ ભરેલી બોટલ કાયમ રાખતા
જેણે હત્યા કરી તે બીજલભાઇ પાસે મોટરસાયકલ કે અન્ય કોઈ વાહન નથી. આમ છતાં તેઓ ઘરમાં કાયમ એક પેટ્રોલ ભરેલી બોટલ રાખતા હતા. હત્યા બાદ તેણે આ બોટલમાંથી પત્નીની લાશ પર પેટ્રોલ છાંટ્યુ હતું.