તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:અમરેલી તાલુકાના ટીંબલા ગામે પતિ-સાસુ-દિયરના ત્રાસથી મહિલાએ 10 મહિનાની પુત્રીને ઝેર પાઇ પોતે પણ આપઘાત કર્યો

અમરેલી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પતિ નશો કરી મારઝુડ કરતાે હતાે

અમરેલીના ટીંબલા ગામે રહેતી એક પરિણિતાને સાસરીયાઓ લાંબા સમયથી બેહદ ત્રાસ દેતા હાેય અને પતિ નશાે કરીને મારકુટ કરતાે હાેય આ મહિલાએ પાેતાની દસ માસની પુત્રીને ઝેરી દવા આપી પાેતે પણ ઝેરી ટીકડા ખાઇ લેતા બંનેના માેત થયા હતા. ટીંબલા ગામની પરિણિતાને મરી જવા મજબુર કરવા સબબ પાેલીસે ત્રણ સાસરીયા સામે ગુનાે નાેંધ્યાે છે.અહીની અસ્મિતાબેન ભગીરથભાઇ વાળા નામની પરિણિતાએ પાેતે ઝેરી ટીકડા પી લીધા હતા અને પાેતાની દસ માસની પુત્રી હિતેશ્વરીને પણ પીવડાવી દીધા હતા. જેને પગલે બંનેને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. પરંતુ બંનેનુ સારવાર દરમિયાન માેત થયુ હતુ.

પતિ દારૂ પીને માર મારતો હતો
બનાવ અંગે સાવરકુંડલાના ખાેડિયાણા ગામે રહેતા અસ્મિતાબેનના ભાઇ ગાૈતમભાઇ બાવભાઇ જેબલીયાએ આ અંગે અમરેલી તાલુકા પેાલીસ મથકમા અસ્મિતાબેનના પતિ ભગીરથ ભાભલુભાઇ વાળા, સાસુ રમજુબેન અને દિયર મયલુ સામે તેણે મરી જવા મજબુર કર્યાની ફરિયાદ નાેંધાવી છે. જેમા તેણે જણાવ્યું છે કે અસ્મિતાબેનના લગ્ન બાદ છ એક માસ ઘર સંસાર બરાબર ચાલ્યાે હતાે. બાદમા કાયમ તેનાે પતિ દારૂ પી ઘરે આવતાે હતાે અને મારકુટ કરતાે હતાે.

10 મહિનાની પુત્રીનેય ઝેર આપ્યું
આ મહિલાએ લાંબા સમય સુધી સાસરિયાની યાતના વેઠી હતી. ગઇકાલે તેની સહનશક્તિ ખૂટી જતાં પોતે અનાજમાં નાખવાના ઝેરી ટિકડા પી લીધા હતા. અને પોતાની ૧૦ માસની પુત્રીને પણ ઝેરી ટીકડા પાઈ દીધા હતા. જેના કારણે બંનેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. તાલુકા પોલીસે પરિણીતાને મરી જવા મજબૂર કરવા સબબ પતિ સાસુ અને દિયર સામે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...