બોલાચાલી બાદ મારકુટ:રાજુલામાં માનેલા ભાઇ સાથે બાઇકમાં બેસતા મહિલાને મારમાર્યો, પતિ, જેઠ -જેઠાણી અને નણંદે ધમકી આપી

અમરેલી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

રાજુલા તાલુકાના ધુડીયા આગરીયામા રહેતા એક મહિલા તેના માનેલા ભાઇ સાથે બાઇકમા બેસી જતા હોય જેનુ મનદુખ રાખી પતિ, જેઠ જેઠાણી, નણંદ વિગેરેએ બોલાચાલી કરી મારકુટ કરી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા રાજુલા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. મહિલાને મારકુટની ઘટના ધુડીયા આગરીયામા બની હતી.

અહી રહેતા શિલ્પાબેન હરેશભાઇ પરમાર (ઉ.વ.31) નામના મહિલાએ રાજુલા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેમના માનેલા ભાઇ નાજાભાઇ તેનુ મોટર સાયકલ લઇ તેમને પાછળ બેસાડી રાજુલાથી થોરડી મુકવા માટે આવતા હતા ત્યારે ધુડીયા આગરીયા નજીક પતિ અને જેઠ જેઠાણી, નણંદ વિગેરે જોઇ ગયા હતા.

આ વાતનું મનદુ:ખ રાખી પતિ હરેશભાઇ તેમજ અતુલભાઇ, કંચનબેન, મંજુબેન વિગેરેએ શિલ્પાબેન તથા નાજાભાઇને ગાળો આપી મારકુટ કરી મારી નાખવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...