ફરિયાદ:અમરેલીમાં કેસ પરત ખેંચી લે કહી પતિએ પત્નીને મારમાર્યાે

અમરેલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અવારનવાર શારીરિક માનસિક દુ:ખત્રાસ ગુજાર્યાે, ફરિયાદ

અમરેલીમા બટારવાડી વિસ્તારમા રહેતા અેક મહિલાને તેના પતિઅે કેસાે પરત ખેંચી લેવાનુ કહી બાેલાચાલી કરી ઢીકાપાટુનાે મારમારી ઇજા પહાેંચાડતા તેણે આ બારામા અમરેલી સીટી પાેલીસ મથકમા ફરીયાદ નાેંધાવી છે.મહિલાને મારમાર્યાની આ ઘટના અમરેલીમા બની હતી. અહીના બટારવાડી સવજીપરા રાેડ પર રહેતા સલમાબેન સૈયદઅમરબાપુ અેદ્રુસી (ઉ.વ.47) નામના મહિલાઅે અમરેલી સીટી પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેમના લગ્ન તારીખ 31/1/09ના રાેજ થયા હતા. તેઅાે તેમના પતિ સાથે સાવરકુંડલા છઅેક મહિના રહ્યાં હતા અને બાદમા અમરેલી આવી ગયા હતા.

તેમના પતિ અવારનવાર નાની વાતાેમા તેમની સાથે ઝઘડાે કરતા હતા. સલમાબેન બસ સ્ટેન્ડ પાસે બસની રાહ જાેઇને ઉભા હતા ત્યારે તેમના પતિ સૈયદઅમરબાપુઅે તેની પાસે ધસી આવી કહેલ કે તે મારી સામે કરેલા કેસાે પરત ખેંચી લે કહી બાેલાચાલી કરી હતી. અને ઢીકાપાટુનાે મારમારી ઇજા પહાેંચાડી હતી. અા ઉપરાંત અવારનવાર શારીરિક માનસિક દુખત્રાસ ગુજાર્યાે હતાે.

અન્ય સમાચારો પણ છે...